ખુશ ખબર : નગર નિગમ/પાલિકાની હદની બહાર આવતી તમામ દુકાનો શરતોને આધીન ખોલી શકાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-4, કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશભરમાં છેલ્લાં એક મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે ગૃહમંત્રાલયે ગઈ કાલે શુક્રવારે રાત્રે દેશના લાખો દુકાનદારોને ખુશખબરી આપી દીધી. મંત્રાલયે એક આદેશ રજૂ કરીને શનિવાર સવારે પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજીસ્ટર્ડ દુકાનોને શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે શોપિંગ મોલ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સ હજુ ખૂલશે નહીં. આ છૂટ માત્ર એ જ દુકાનોને છે જે નગર નિગમો અને નગરપાલિકાઓની સરહદમાં આવનાર આવાસીય પરિસરની આસપાસ છે. સાથો સાથ સ્ટેન્ડ અલોન દુકાનો પણ ખૂલી શકશે. નગરપાલિકાના દાયરામાં હાજર બજારની દુકાનો પર આ આદેશ લાગૂ થયો નથી.   કહેવાય છે કે ગૃહમંત્રાલયનો આ આદેશ રમઝાનનો મહિનો શરૂ થવાને ધ્યાનમાં રાખી અપાયો છે. સરકારે પોતાના આદેશમાં કેટલીય શરતો પણ લાગૂ કરી છે. તેના મતે તમામ દુકાનો સંબંધિત રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થાપના અધિનિયમની અંતર્ગત રજીસ્ટર્ડ હોવી જોઇએ. આ દુકાનોમાં વધુમાં વધુ 50 ટકા સ્ટાફને જ કામ કરવાની છૂટ છે. સાથો સાથ તેમણે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પણ પાલન કરવું પડશે. દુકાનમાં કામ કરનારાને માસ્ક પણ પહેરવું પડશે.   બજારમાં હાજર દુકાનોને છૂટ નહીં   આદેશમાં ગૃહ સચિવએ સ્પષ્ટતા કરી કે નગર નિગમ અને નગર પાલિકાની સરહદમાં આવનાર બજારની દુકાનોને ખોલવાની છૂટ આપી દેવામાં આવી નથી. આ દુકાનો લોકડાઉન તારીખ 3 મે સુધી બંધ રહેશે. આ સિવાય સિંગલ અને મલ્ટીબ્રાન્ડ મોલ્સ પણ ખોલાશે નહીં. જો કે નગર નિગમ અને નગરપાલિકાના દાયરાથી બહાર બજારની દુકાનો ખુલી શકે છે. તેમને પણ છૂટ અપાઇ છે. આ આદેશ 15 એપ્રિલના રોજ રજૂ કરાયેલા દિશાનિર્દેશો (કલમ) 14માં સંશોધન છે તેના અંતર્ગત 20 એપ્રિલથી કેટલીક ગતિવિધિઓને છૂટ અપાઇ હતી.   હોટસ્પોટ ઝોનની દુકાનો ખૂલશે નહીં   કોરોના હોટસ્પોટ અને કંટેનમેંટ ઝોનમાં આવેલ દુકાનોને પણ ખોલવાની છૂટ મળી નથી. લોકડાઉન દરમ્યાન માત્ર જરૂરી સામાનવાળી દુકાનોને જ ખોલવાની મંજૂરી હતી. તેમાં રાશન, શાકભાજી અને ફળની દુકાનો સામેલ છે. એક મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના લીધે દુકાનો બંધ રહેવાથી વેપારીઓને કરોડોની નુકસાની થઇ ચૂકી છે.   શાળાના પુસ્તકોની દુકાનોને પહેલાં જ છૂટ અપાઇ આપને જણાવી દઇએ કે આની પહેલાં 21મી એપ્રિલના રોજ સરકારે જરૂરી પગલું ભરતા સ્કૂલના પુસ્તકોની દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી હતી. આ સિવાય વીજળીના પંખા વેચતી દુકાનોને પણ પ્રતિબંધની યાદીમાંથી બહાર કરી દીધી. ગૃહમંત્રાલયે કહ્યું હતું કે શહેરી વિસ્તારોમાં આવેલી બ્રેડ ફેકટરીઓ અને આટા મિલ પણ લોકડાઉન દરમ્યાન કામ શરૂ કરી શકે છે. કોરોના વાયરસ લોકડાઉનની અસર બાળકોના અભ્યાસ પર ના પડે તેના માટે સરકારે આ પગલું ભર્યું હતું.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70