મોરબીના સીરામીક ઉદ્યોગોને શરતોને આધીન રહી ઉદ્યોગ ચાલુ કરવા મંજૂરી મળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-4, 20 એપ્રિલથી ઉધોગોને ચાલુ કરવાની કેન્દ્ર સરકારે આપેલી મંજુરી બાદ મોરબીમાં વહીવટી તંત્રે આપેલ ઓનલાઇન મંજૂરીની વિગત પ્રમાણે મોરબી તાલુકામાં 1128 ઉધોગો ,ટંકારા તાલુકામાં 169 ઉધોગો , માળીયા તાલુકામાં 17 ઉધોગો ,હળવદ તાલુકામાં 24 ઉધોગો , વાંકાનેર તાલુકામાં 158 ઉધોગોને ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી છે.જ્યારે ઉદ્યોગ વાઇઝ જોઈએ તો સીરામીક ઉધોગના 826 યુનિટો, ઓઇલ મિલ અને મિનરલના 74 યુનિટો ,ઇલેટ્રીકલ્સના 51 યુનિટો અને કન્ટ્રકશનના 53 યુનિટો તેમજ અન્ય ઉધોગના 492 યુનિટોને શરતી મંજુરી આપવામાં આવી છે.આ ઉદ્યોગોએ લોકડાઉનના નિયમોનું પાલન માટે યોગ્ય વ્યવસ્થા ,સોશ્યિલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર સહિતની તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે , મોરબીમાં કુલ 1496 ઉધોગોને મંજૂરી આપવામાં આવી છે અને હજુ ઉધોગો માટે ઓનલાઈન મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે. સીરામીકના યુનિટોને મજૂરી તો મળી છે પણ સીરામીક ઉધોગ ચાલુ થવામાં હજુ થોડો સમય લાગી શકે છે, સિરામિક ઉદ્યોગ મેઇન્ટેઇનન્સ હેઠળ થોડા દિવસ રહેશે બીજી તરફ સીરામીક ઉધોગે મજૂરોની અગવડતા અને લોકડાઉન પાસ ઇસ્યુ કરવા સહિતની બાબતે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. આમ સીરામીક ઉદ્યોગને પટરી ઉપર આવતા હજુ થોડો સમય લાગી જશે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70