ભારતમાં શું નબળો પડવા લાગ્યો છે કોરોના? આવ્યા સારા સમાચાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-4, કોરોના વાયરસના સંક્રમણમાં થઈ રહેલા વધારા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે એક મહત્વના અને રાહતરૂપ સમાચાર આપ્યા છે. દેશમાં છેલ્લા 7 દિવસના ડેટા પ્રમાણે કોરોના વાયરસના કેસની ડબલિંગ રેટ 3.4 થી વધીને 7.5 થઈ ગઈ છે. જ્યારે 19 એપ્રિલ સુધીના ડેટા પ્રમાણે દેશમાં 18 રાજ્યોમાં કોરોના વાયરસના સંક્રમણનો દર રાષ્ટ્રીય સ્તર કરતા ઓછો નોંધાયો છે.   દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 2546 લોકો સાજા થઈ ગયા છે, જે કુલ દર્દીઓના 14.75 ટકા કેસ છે.   દેશના 59 જીલ્લા કોરોના મુક્ત  દેશમાં 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 59 જીલ્લા કોરોના મુક્ત થઈ ગયા છે. આ જીલ્લાઓમાં છેલ્લા 14 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તો પુડુચેરીમાં માકે, કર્ણાટકમાં કોડાગુ અને ઉત્તરાખંડમાં પૈડી ગઢવાલમાં છેલ્લા 28 દિવસોમાં કોઈ કેસ નોંધાયો નથી. તો ગોવા રાજ્ય સંપૂર્ણ રીતે કોરોના મુક્ત થઈ ગયું છે.   80 ટકા કોરોનાના દર્દીઓમાં સામાન્ય લક્ષણો   આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે દેશમાં સામે આવેલા કોરોના વાયરસના 80 ટકા દર્દીઓમાં વાયરસના સામાન્ય લક્ષણો હાથ લાગ્યા છે. અને કેસ તો એવા છે જેમાં કોઈ લક્ષણો જ નથી. આરપીટીસીઆર ટેસ્ટ ત્યારે પોઝિટિવ આવે છે જ્યારે વ્યક્તિમાં સંક્રમણના લક્ષણો દેખાય. પરંતુ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ દેખાવવામાં પણ સમય લાગે છે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70