લોકડાઉન 2.0 લાગુ : 3 મે સુધી ભારતમાં લૉકડાઉન લંબાવવામાં આવશે: PM મોદી

જે HotSpot નહીં હોય, અને જે hotspot બનવાની આશંકા પણ નથી, ત્યાં 20 એપ્રિલથી કેટલીક જરૂરી ગતિવિધિઓને મંજૂરી મળી શકે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 14-4-20  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરતાં દેશમાં કોરોના વાયરસ સામેની લડત અને લૉકડાઉન લંબાવવા અંગે મહત્વની જાહેરાત કરી. PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, તમામ તરફથી ભલામણો આવી છે કે લૉકડાઉનને લંબાવવામાં આવે. તમામની ભલામણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે લૉકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવે છે. તમામ લોકો અનુશાસનની સાથે ઘરમાં રહે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, જે ક્ષેત્ર આ અગ્નિપરીક્ષામાં સફળ થશે, જે HotSpot નહીં હોય, અને જે hotspot બનવાની આશંકા પણ નથી, ત્યાં 20 એપ્રિલથી કેટલીક જરૂરી ગતિવિધિઓને મંજૂરી મળી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક ક્ષેત્રોમાં છૂટ અંગે વિગતવાર ગાઇડલાઇન બુધવારે જાહેર કરવામાં આવશે.  

3 મે સુધી લૉકડાઉનના નિયમોનું પાલન કરોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  

PM મોદીએ કહ્યું કે, સમગ્ર નિષ્ઠાની સાથે 3 મે સુધી લૉકડાઉનના નિયમોનું પાલન કરો, જ્યાં છો ત્યાં રહો. સુરક્ષિત રહો, વયં રાષ્ટ્રે જાગૃયામ. આપણે સૌ રાષ્ટ્રને જીવંત અને જાગૃત રાખીશું. – PM મોદીએ કહ્યું કે, લૉકડાઉન હાલના સમયમં દેશના લોકો જે રીતે નિયમોનું પાલન કરી રહ્યા છે, જે સંયમથી પોતાના ઘરોમાં રહીને તહેવાર ઉજવી રહ્યા છે તે ખૂબ પ્રશંસનીય છે. – PM મોદીએ કહ્યું કે, આપના ત્યાગના કાકણે મોટા નુકસાનને ટાળવામાં આવ્યું. – પીએમ મોદીએ કહ્યું કે, હું જાણું છું કે આપે કેટલી મુશ્કેલી વેઠી છે. કોઈને ખાવાની મુશ્કેલી, કોઈને આવવા-જવાની મુશ્કેલી, કોઈ ઘર-પરિવારથી દૂર છે.- વડાપ્રધાને કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં કોરોના વૈશ્વિક મહામારીની જે સ્થિતિ છે, તમે તેને સારી રીતે જાણો છો. અન્ય દેશોની તુલનામાં ભારતે કેવી રીતે પોતાને ત્યાં સંક્રમણને રોકવાનો પ્રયાસ કર્યો, તમે તેના સહભાગી પણ રહ્યા છો અને સાક્ષી પણ.  

20 એપ્રિલ બાદ શરતી છૂટ મળશેઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આગામી એક સપ્તાહમાં કોરોના સામેની લડાઈમાં વધુ આકરા નિર્ણય લેવામાં આવશે. 20 એપ્રિલ સુધી દેરક પોલીસ સ્ટેશન, દરેક રાજ્યનું ઝીણવટાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવશે. લૉકડાઉનનનું કેટલું પાલન થઈ રહ્યું છે? તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે સફળ હશે, જે HotSpot નહીં વધવા દે, ત્યાં 20 એપ્રિલથી કેટલીક જરૂરી બાબતોમાં છૂટની મંજૂકરી આપવામાં આવી શકે છે. પરંતુ યાદ રહે આ મંજૂરી શરતી હશે. લૉકડાઉનના નિયમ જો તૂટશે તો તમામ મંજૂરી પરત લઈ લેવામાં આવશે.

લૉકડાઉન મોંઘું, પણ જરૂરી છે – પીએમ મોદી  

પીએમ મોદીએ કહ્યું કે, જો માત્ર આર્થિક દૃષ્ટિએ જોઈએ તો લૉકડાઉન મોંઘું જરૂરી છે, પરંતુ ભારતવાસીઓની જિંદગી આગળ તેની કોઈ તુલના ન થઈ શકે. સીમિત સંસાધનોની વચ્ચે, ભારત જે માર્ગ પર ચાલી રહ્યો છે, તે માર્ગની ચર્ચા આજે દુનિયાભરમાં થઈ રહી છે. આ બધા પ્રયાસોની વચ્ચે, કોરોના જે રીતે ફેલાઈ રહ્યો છે તેણે વિશ્વભરના હેલ્થ એક્સપર્ટ્સ અને સરકારોને વધુ સતર્ક કરી દીધા છે.

સાત વાતોનું ધ્યાન રાખોઃ PM મોદી  

પીએમ મોદીએ દેશવાસીઓને કહ્યું કે, તમારે સાત વાતોનું ધ્યાન રાખવાનું છે. વૃદ્ધોનું ધ્યાન રાખો, લૉકડાઉનનું પાલન કરો. ઘરે બનેલા માસ્કનો ઉપયોગ કરો, ઇમ્યૂનિટી વધારવાના નિર્દશોનું પાલન કરો, આરોગ્ય સેતુ ડાઉનલોડ કરો, ગરીબીની સંભાળ રાખો, અને તેમને નોકરીથી કાઢી ન મૂકો, કોરોના યોદ્ધાઓનું આદર કરો.   આ અગાઉ, વડાપ્રધાન કાર્યાલયે સોમવારે ટ્વિટ કર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલ 2020ના રોજ સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ગત મહિને વડાપ્રધાને 19 માર્ચ અને 24 માર્ચે દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ પહેલા પીએમ મોદીએ 19 માર્ચે કોરોના વાયરસનો સામનો કરવા માટે સંકલ્પ અને સંયમનું આહ્વાન કર્યું હતું અને સાથોસાથ રવિવાર 22 માર્ચના રોજ એક દિવસના ‘જનતા કર્ફ્યૂ’ની પણ જાહેરાત કરી હતી.  

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70