કોરોનાનાં બાદ હવે ગરમીનો કહેર વધશે, કચ્છ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-4, એકબાજુ કોરોનાનો (coronavirus) કહેર ચાલી રહ્યો છે જેના કારણે તમામ લોકો ઘરમાં જ રહે છે. ત્યારે બીજી બાજુ બે દિવસ ગરમીનું (heat wave) પ્રભુત્વ પણ વધવા લાગશે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનના કારણે ગરમીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગે આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં યેલો એલર્ટ (yellow aert) જાહેર કરી છે. તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, ક્ચ્છ, પોરબંદર, રાજકોટ,સુરેન્દ્રનગર અને ભાવનગરમાં હિટવેવની આગાહી કરી છે. ગઇકાલે અમદાવાદનું (Ahmedabad) મહત્તમ તાપમાન 42 ડિગ્રી હતું. જે વર્તમાન સિઝનનો હોટેસ્ટ દિવસ હતો. પરંતુ આજથી બે દિવસ 3થી 4 ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ-ઉત્તરના પવન ફૂંકાશે. જેના કારણે 3 દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી સોમવાર-મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા, સૌરાષ્ટ્રના ભાવનગર-પોરબંદર-રાજકોટ-સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.’   મહત્વનું છે કે, શનિવારે એટલે ગઇકાલે અમદાવાદ સહિત 10 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધારે રહ્યો હતો. અમદાવાદમાં 42 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવે ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન આનાથી પણ વધારે પહોંચી શકે છે. અમદાવાદમાં માત્ર 24 કલાકમાં ગરમીનો પારો 3 ડિગ્રીથી પણ વધુ વધ્યો છે. શુક્રવારે ગરમીનું પ્રમાણ 38.6 ડિગ્રી હતુ

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70