ગુજરાતમાં અનાજનો જથ્થો પર્યાપ્ત : ચિંતા કરવાની જરૂર નથી

રોજના 12 હજાર ટન ઘંઉ-ચોખાની આવક લોકોને અન્નનો પુરવઠો મળી રહે તેના માટે ભારત સરકારનું ફુડ કોર્પોરેશન ઇન્ડીયા કટીબદ્ધ છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 9-4, પુરવઠાને લઇ ગુજરાતનાં લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. લોકોને અન્નનો પુરવઠો મળી રહે તેના માટે ભારત સરકારનું ફુડ કોર્પોરેશન ઇન્ડીયા કટીબદ્ધ છે. દરરોજ 12 હજાર ટન ઘંઉ અને ચોખા ભારત સરકાર દ્રારા ગુજરાત સરકારને આપવામા આવે છે. ફુડ કોર્પોરેશન ઇન્ડીયા દ્રારા બમણી કામગીરી કરવામાં આવી રહી છે.   અન્ય રાજ્યોમાથી પ્રતિ દિવસ 12 હજાર ટનની ખરીદી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 3 કરોડ 82 લાખ લાભાર્થીઓને બમણુ અનાજ 3 મહિના સુધી આપવામા આવશે. ગુજરાતમાં દોઠ વર્ષ સુધી અનાજ પુરું પાડી શકાય તેના માટે FCIની તૈયારી છે.   રાજ્યમાં ફૂડ કોર્પોરેશનનાં 33 ગોડાઉનમાં જથ્થો પર્યાત છે. 33 ગોડાઉનમાં 6 લાખ 50 હજાર ટન અનાજનો જથ્થો છે. રોજ માલગાડી મારફતે અનાજનો જથ્થો અમદાવાદ આવી રહ્યો છે.   ઉત્તર ભારત તરફથી પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આવી રહ્યો છે. અનાજનો જથ્થો બંધ થઈ જાય તો પણ બે વર્ષ ચાલે તેટલો સ્ટોક ગુજરાત પાસે છે. ભારતીય ખાદ્ય નિગમ દ્વારા રાજ્ય સરકારને અનાજનો જથ્થો આપવામાં આવે છે.  ત્યાર બાદ સરકાર દ્વારા લોકોને આપવામાં આવે છે. જોકે, લોકો સસ્તા અનાજની દુકાનો પર કતારો લગાવે છે. ત્યારે લોકો ભીડ ન લગાવે કારણ કે, તમામ રાશન કાર્ડ ધારકને અનાજ મળી રહેશે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. લૉકડાઉન વચ્ચે પણ સતત જીવન જરૂરીવસ્તુઓ  મળી રહે તે માટે સતત તંત્ર ખડેપગે છે. મહત્વ પૂર્ણ છે કે, ગોડાઉનમાં કામ કરતા તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પણ ખાસ ધ્યાન રાખવમાં આવે છે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70