કોરોનાની હવે મોરબીમાં પણ એન્ટ્રી : નોંધાયો પ્રથમ કેશ : 52 વર્ષીય વ્યક્તિનો આવ્યો પોઝિટિવ રિપોર્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 5-4, દેશમાં કોરોનના કેશ વધતા જાય છે. ત્યારે આજ સુધી મોરબી જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ આજે મોરબી શહેરના 52 વર્ષના પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાહેર થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

મોરબી જિલ્લામાં અત્યાર સુધીના તમામ કોરોનાના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા રહા છે. પરંતુ શહેરના 52 વર્ષના એક પુરુષને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને 3 દિવસ પૂર્વે રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનું સેમ્પલ લઈને બે વખત રિપોર્ટ કરવામાં આવ્યા હતા. બીજો રિપોર્ટ આજે આવતા તેમાં કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થયું છે. મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર હાલ સતર્ક બની ગયું છે. આ કોરોનાગ્રસ્ત પુરુષ અગાઉ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબીના લોકોએ હવે વધુ સાવચેતી રાખવી ખુબ જરૂરી બની ગયી છે. બિન જરૂરી બહાર નીકળવાનું સદંતર ટાળવું જ હિતાવહ રહેશે

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70