મોરબી પોલીસ દ્વારા 500 જેટલા ગરીબ પરિવારોને વિનામૂલ્ય રાશન કીટ અપાઈ

PSI આર. બી. તાપરીયા તથા સ્ટાફે ખરા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે તે સાબિત કરી બતાવ્યુ

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 1-4, કોરોના સામે દેશ એકજુટ થઇ લડાઈ લડી રહ્યો છે ત્યારે ફ્રન્ટ લાઈન પર આ યુદ્ધ લડતા યોદ્ધા એવા આપણા પોલીસ પ્રસાશનની કામગીરી ખરેખર પ્રશંસનીય છે, લોકડાઉનની પરિસ્થિતિનો અમલ કરાવવા ઉપરાંત પણ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવી તે ખરેખર ખુબ જ પ્રશંસનીય છે.

હાલમાં જ મોરબીના PSI આર. બી. તાપરીયા તથા હેડકોન્સ્ટેબલ સંજય બોરીચા, સંજય ભરવાડ, ગોવિંદ ઘોડાસરા, વિનુભાઈ ડાંગર સહીતના સ્ટાફે પોતાના સ્વ ખર્ચે 500 જેટલા ગરીબ પરિવારોએ ઘરે જઈને રાશનની કીટનું વિતરણ પોતાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. આ રાશન કીટમાં 10 કિલો ઘઉં, 5 કિલો બટેટા , 3 કિલો ડુંગરી, 1 કિલો તેલ, 300 ગ્રામ મરચું, 100 ગ્રામ ઘણાજીરું, 100 ગ્રામ હળદળ, 1 થેલી મીઠું સહીત સંપૂર્ણ રાશનની કીટ કુલ 500 જેટલા પરિવારોને વિનામૂલ્ય આપવામાં આવી હતી. ત્યારે આ માનવતાના કાર્યમાં વધુ એ સારું કાર્ય કરી રહેલી મોરબી પોલીસ ખરેખર ધન્યવાદને પાત્ર છે. દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર સૌ સંકટના સમયે યથાયોગ્ય રીતે મદદરૂપ થતા તમામ લોકોને,તમામ સંસ્થાનોને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. (તસ્વીર: મનીષ હીરાણી, મોરબી)

વધુ ન્યુઝ આપના વોટ્સએપ પર મેળવવા આપનું નામ, અને શહેરનું નામ લખી આ નંબર પાર : 9723162036 પર વૉટ્સઍપ કરો

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70