સુરત ખાતે 250 બેડની રાજ્યની પ્રથમ કોવિડ 19 હૉસ્પિટલ તૈયાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 25-3 સુરતમાં કોરોના સામે લડવા માટે ખાસ હૉસ્પિટલ (Covid Hospital in Surat)તૈયાર કરવામાં આવી છે. સુરતમાં સિવિલ હૉસ્પિટલ (Surat Civil Hospital)ખાતે સ્ટેમ હૉસ્પિટલ બનીને તૈયાર હતી. આ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓ (Corona Patient Treatent)ને સારવાર આપી શકાય તે માટે તંત્રએ તેને કોરોના માટેની ખાસ હૉસ્પિટલ બનાવી દીધી છે. આવતીકાલ ગુરુવારથી આ હૉસ્પિટલ કાર્યરત થઈ જશે.

નોંધનીય છે કે જે રીતે કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે સારવાર માટે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ખાસ હૉસ્પિટલ બનાવવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી હતી.   સુરતમાં સિવિલ હૉસ્પિટલ ખાતે સ્ટેમ હૉસ્પિટલ બનીને તૈયાર હતી. જેમાં થોડું જ કામ બાકી હતું. આરોગ્ય મંત્રીએ આ હૉસ્પિટલને જ કોરોનાની હૉસ્પિટલ બનાવી દેવા તેમજ 100 બેડની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો હતો. જેના પગલે આ હૉસ્પિટલ ખાતે 100 નહીં પરંતુ 250 બેડની ICU હૉસ્પિટલ બનાવવામાં આવી છે.   આજે ગુજરાતના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જાતે જ હૉસ્પિટલની મુલાકાત લઈને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુરુવારથી આ હૉસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ હૉસ્પિટલને ગુજરાતની પ્રથમ કોરોના માટેની હૉસ્પિટલ કહી શકાય.   આ હોસ્પિટલ દરેક સુવિધા સાથે અત્યાધુનિક બને તે માટે અધિકારીઓ અને તંત્રએ ખૂબ મહેનત કરી હતી. સુરતમાં માત્ર બે જ દિવસમાં હૉસ્પિટલ તૈયાર કરીને તંત્રએ એક દાખલ બેસાડ્યો છે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જાવ તથા મિત્રો સ્નેહીજનોને પણ ગુપમાં જોડી આપવા દિવ્યક્રાંતિ અપીલ કરે છે અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-02 DIVYAKRANTI NEWS B59

GROUP LINK-03 DIVYAKRANTI NEWS B60

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70