આજ રાત્રે 12 વાગ્યે સમગ્ર ભારતવર્ષમાં 21 દિવસ સુધી લોક ડાઉન : મોદી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 24-3, રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે આજે રાત્રે 12 વાગ્યાથી દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉન 21 દિવસ માટે હશે. આ જનતા કર્ફ્યૂથી આગળનું પગલું છે. આ સંપૂર્ણ લોકડાઉન એક પ્રકારની કર્ફ્યૂ જ છે. આ પગલું દરેક હિન્દુસ્તાનીને બચાવવા માટે ભરવામાં આવી રહ્યું છે.   પીએમ મોદીએ કહ્યું હતું કે આજે આ 21 દિવસ તમે નહીં રહો તો દેશ 21 વર્ષ પાછળ ચાલી જશે. બહાર નિકળવું શું હોય છે તે 21 દિવસ માટે ભૂલી જાવ. ઘરમાં જ રહો. હું આ વાત પરિવારના સભ્ય તરીકે કહી રહ્યો છું.  તેમાં લખ્યું છે. કો- કોઈ, રો- રોડ પર, ના – નહીં.   પીએમ મોદીએ કહ્યું હતું કે હું હાથ જોડીને કહી રહ્યો છું કે જે ભારતીય જ્યાં છે ત્યાં જ રહે. કોરોના વાયરસથી નિપટવાનો સૌથી મોટો ઉપાય એ દેશોમાંથી શીખ્યા છીએ. જેમણે નિપટવા માટે મહત્વના પગલાં ભર્યા છે.પીએમ મોદીએ કહ્યું હતું કે 24 કલાક કામ કરી રહેલા મીડિયા, ડોક્ટરો, પોલીસકર્મી અને જરુરી સેવાઓ આપી રહેલા લોકો વિશે વિચારો. જે ઘર પરિવારથી દૂર જીવ જોખમમાં મુકીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમના માટે પ્રાર્થના કરો.   પીએમે કહ્યું હતું કે જરુરી વસ્તુઓની સપ્લાય બની રહે તે માટે ઉપાય કરવામાં આવ્યા છે અને આગળ પણ કરવામાં આવશે. . આ સમય ગરીબો માટે સંકટનો સમય છે. તેમની મદદ માટે બધા લોકો સાથે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રુપિયાની જાહેરાત કરી છે. આનાથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી નિપટવા માટે બધા સંશાધન ઉપલબ્ધ કરાવાશે. બધી સેવા અને સુવિધા વધારાશે. બધી રાજ્યો સરકારોને મેં વિનંતી કરે છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા સ્વાસ્થ્ય સેવા જ રહે.

ઘરમાં રહો સુરક્ષિત રહો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જાવ તથા મિત્રો સ્નેહીજનોને પણ ગુપમાં જોડી આપવા દિવ્યક્રાંતિ અપીલ કરે છે અને જો આપનું પોતાનું કોઈ વૉટ્સઍપ ગ્રુપ હોય તો આ નંબર: 9723162036 આપના ગ્રુપમાં એડ કરો

GROUP LINK-01 DIVYAKRANTI NEWS B58

GROUP LINK-02 DIVYAKRANTI NEWS B59

GROUP LINK-03 DIVYAKRANTI NEWS B60

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70