BIG BREAKING >> આજે રાત્રે 12:00 વાગ્યાથી આખા ગુજરાતમાં લોક ડાઉન : રાજ્યની તમામ બોર્ડર સીલ કરાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 23-3, સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. ગુજરાત પણ તેનાથી બાકાત નથી. ગુજરાતમાં કોરોના વાયરસનો હાલ બીજો ફેઝ ચાલી રહ્યો છે. અને આગામી સમયમાં ત્રીજો ફેઝ પણ આવનાર છે. કોરોના પોઝિટિવ કેસ હાલ 30 થઈ ગયા છે. સરકારે મસગ્ર ગુજરાતમાં લોકડાઉનના આદેશ આપ્યા છે. પણ લોકો હજુ પણ તેને ગંભીરતાથી લઈ રહ્યા નથી   સમગ્ર ગુજરાતમાં આજે મધરાત 12 વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવશે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જાહેરાત કરી છે કે આજ રાતથી બેરિકેડીંગ કરી અને રાજ્યમાં લોકડાઉન કરવામાં આવશે. રાજ્યના ચાર શહેર ઉપરાંત ગાંધીનગર અને કચ્છમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું હવે તેનો અમલ સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે. શિવાનંદ ઝાએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતની તમામ બોર્ડર સીલ કરાઈ છે.   રાજ્યના અધિકમુખ્ય સચિવ સંગીતા સિંઘે જણાવ્યું કે આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપાર ધંધા, ફેક્ટરી, વાણિજ્યિક સેવાઓ, જાહેર સંસ્થા બંધ રહેશે. જોકે જીવનજરૂરી વસ્તુઓ, મેડિકલ અને હોસ્પિટલ ચાલૂ રહેશે.