PM નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રજોગ સંદેશ : રવિવારે સવારે 7 થી રાત્રીના 9 સ્વૈચ્છિક જનતા કર્ફ્યુ રાખવાનું આહવાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કોરોના વાયરસ મુદ્દે  દેશને રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો.   પીએમ મોદીએ કહ્યું હતું કે દરેક દેશવાસીઓનું સજાગ રહેવું જરુરી છે. આખું વિશ્વ આ સમયે ઘણા મોટા ગંભીર સમયમાંથી પસાર થઈ રહ્યું છે. બધા દેશવાસીઓ પાસે કશુંક માંગવા આવ્યો છું. મને તમારા આવનાર કેટલાક સપ્તાહ જોઈએ છે. તમારો આવનારો કેટલોક સમય જોઈએ છે. જ્યારે કોઈ પ્રાકૃતિક સંકટ આવે છે તો કેટલાક દેશો અને રાજ્યો સુધી જ સિમિત રહે છે પણ આ વખતે સંકટ એવું છે જેણે વિશ્વભરમાં આખી માનવજાતિને સંકટમાં મુકી દીધું છે.   પીએમે કહ્યું હતું કે હું મારા દરેક દેશવાસી પાસે એક સમર્થન માંગી રહ્યો છું, તે છે જનતા કર્ફ્યું. જનતા કર્ફ્યું એટલે કે જનતા માટે જનતા દ્વારા પોતા પર લગાવેલો કર્ફ્યું. આ રવિવારે એટલે કે 22 માર્ચે સવારે 7 કલાકેથી રાત્રે 9 કલાક સુધી બધા દેશવાસીઓએ જનતા કર્ફ્યુંનું પાલન કરવાનું છે. 22 માર્ચના જનતા કર્ફ્યુંની સફળતા તેના અનુભવ, આપણને આવનાર પડકારો સામે તૈયાર કરશે. સંભવ હોય તો દરેક વ્યક્તિ ઓછામાં ઓછા 10 લોકોને ફોન કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયની સાથે જનતા કર્ફ્યું વિશે પણ બતાવે.