મોરબી સીરામીક એસો. દ્વારા કોરોના સામે રક્ષણ માટે ફક્ત સાડા સાત રૂપિયામાં માસ્ક વિતરણનો પ્રસંસનીય આયોજન

આવતી કાલે સવારે 8 થી 11 વાગ્યે રવાપર રોડ પર નરસંગ ટેકરી મંદિર પાસે યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-3, કોરોનાના સામે ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ જેવા માહોલમાં મોરબી સિરામિક એસોસિએશન લોકોને મદદ કરવા આગળ આવ્યું છે જેમાં મોરબી ટ્રાફિક વોર્ડનને ફ્રી માસ્ક અને સેનીટાઈઝરનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતુ આવી રીતે લોકોને મદદ રૂપ થવા માટે આવતીકાલે તા.૨૦ ને શુક્રવારના રોજ સવારે ૮ વાગ્યા થી ૧૧ વાગ્યા સુધી રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસે રાહતદરે માસ્કનું વિતરણ કરવામાં આવશે અને નોનવુવન ડીસ્પોઝલ માસ્કની કિંમત એક નંગ ના સાડા સાત રૂપિયા રાખવામાં આવી છે અને લોકોને જેટલા માસ્ક જોઈએ તેટલા માસ્ક આપવામાં આવશે અને તેના માટે લોકોએ છૂટા રૂપિયા લઇને આવવા અને બિન જરૂરી માસ્કનો સંગ્રહ નહિ કરવાની સિરામિક એશોશીએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

જયારે સમગ્ર દેશ કોરોના સામે યુદ્ધ જીતવા સંકલ્પબદ્ધ થયો છે ત્યારે મોરબી સીરામીક એશોસિએશનનું પ્રજા હિત માટેનું આ કદમ ખુબ સરાહનીય છે દિવ્યક્રાંતિ મીડિયા કોરોના સામે લડવા યોદ્ધાની જેમ કામ કરતા તમામ લોકોને અભિનંદન સાથે ધન્યવાદ પાઠવે છે.