મોરબીના કોરોનાના શંકાસ્પદ યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવતા રાહતનો શ્વાસ : સાવચેતી રાખવી ખુબ જરુરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-3, ગઈકાલે વિયેતનામથી પરત આવેલ 25 વર્ષીય યુવાનને કોરોનના લક્ષણ દેખાતા તેમના સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા હતા. આજે આ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હજુ કોરોનાથી ખતરો ટળ્યો નથી લોકોએ સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે. ખાસ કરીએ 1 મહિનો ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સીનો સમય છે ત્યારે સાવચેતી જ માત્ર કોરોનથી બચાવી શકશે

કોરોનાને લઈને દેશની વાત કરવામાં આવે તો કોરોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધતી જાય છે. કોરોનથી વધુ એક વ્યક્તિનું મૃતયકોરોનને લઈને વડાપ્રધાન આજે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંદેશ આપવા જઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે કોરોના સામે લડત આપવા સરકાર ક્યાં નવા કદમ ઉઠાવે છે.