રાજકોટમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ, સ્વાઇન ફ્લૂથી 24 કલાકમાં બેનાં મોત

રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર, છેલ્લા ચાર દિવસમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, જેમાંથી બે દર્દીનાં મોત થયા  

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા 17, હાલ ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કારણે ચિંતિત છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથોસાથ કોરોના વાયરસના કારણે દિવસેને દિવસે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી કોરોના વાયરસને કારણે વિશ્વમાં 7000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાવા પામ્યો છે.   ઇંગ્લેન્ડના નોટિંગહામ શહેરમાંથી પરત ફરેલા 19 વર્ષીય યુવકમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે. આ સેમ્પલ તપાસ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. યુવાનનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે યુવકની અંદર કોરોના વાયરસના પોઝિટિવ લક્ષણો છે કે નહીં.