મોરબી: સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-3, કોરોના વાયરસને લઈને મોરબીની હોસ્પિટલમાં કેવી તૈયારી કરવામાં આવી છે તેની રૂબરૂ માહિતી મેળવવા જિલ્લા કલેક્ટ જે.બી. પટેલે ખુદ રૂબરૂ જઈને માહિતી મેળવી હતી. દેશભરમાં કોરોના સામે ફાઈટ ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા સ્કૂલ, કોલેજ, મોલ થોડા દિવસો માટે બંધ રાખવા આદેશ આપ્યા બાદ. સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી જેનું નિરીક્ષણ કરવા મોરબી જિલ્લા કલેક્ટરે ગઈ કાલે રૂબરૂ મુલાકાત લીધી હતી.