મોરબી: કોરોના સામે રક્ષણ આપવા એસ.ટી. પણ મેદાને : તમામ બસોને ડિસઈનફેક્ટ કરાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16-3, કોરોના વાયરસથી એસટી મુસાફરી સલામત રહે, તે માટે સાવચેતીના પગલાં લેવાના ભાગરૂપે મોરબીના એસટી ડેપોમાં આજે તમામ એસટી બસોને વ્યવસ્થિત રીતે ધોવામાં આવી હતી અને તમામ બસોના સીટ સહિતના તમામ વિભાગોનું વોશિંગ કરીને સ્વચ્છ સુઘડ કરી ડિસઈનફેક્ટ કરવામાં આવી હતી. તેમજ એસટી ડેપો મેનેજર દિલીપભાઈ શામળાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સાવચેતીના પગલાં રૂપે દરરોજ બસોને ધોવામાં આવશે તેમજ તેમણે કોરોનો વાઇરસ સામે સાવચેતીના કેવા કેવા પગલાં લેવા તે અંગે ડ્રાઇવર અને કંડકટર અને મુસાફરોને માહિતી આપતી પત્રિકા આપી જાગૃત કરાયા હતા.