કંસારા જ્ઞાતિના પ્રતિષ્ઠિત પરિવારના રાજુલભાઈ પ્રાણલાલ ગોરડિયા નું કાશ્મીર ખાતે અકસ્માતમાં દુઃખદ અવસાન

જમ્મુ કાશ્મીર પોલીસની પ્રશંસનીય કામગીરી : અન્ય આઠ વ્યક્તિનો આબાદ બચાવ કરાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તારીખ 13-3 ના રોજ જમ્મુ-કાશ્મીર ખાતે ગોરડીયા પરિવારના રાજુલભાઈ પ્રાણલાલભાઈ ગોરડીયા (મૂળ વતન શિહોર, હાલ મુંબઈ) પોતાના આઠ જેટલા મિત્રવર્તુળ સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયેલ હતા ચીનૈની અને પટનીટોપની મુસાફરી કરી પરત ફરતા ત્યાં તેમનું વાહન બરફ વર્ષાના કારણે રોડ પરથી સ્લીપ થતા ઊંડી ખાઈમાં ગાડી પલટી ખાઇ ગઇ હતી  પરંતુ ઝાડ ના હિસાબે તેમાં અટકી જતા મોટો ગમખ્વાર અકસ્માત થતા રહી ગયો હતો જોકે ઝાડ સાથે અથડાતાં રાજુલભાઈનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ થયેલ હતું આ સાથેના તેમના 8 મિત્રો નો જમ્મુ કાશ્મીરની પોલીસની સમયસરની બચાવ કામગીરીના કારણે અદ્ભુત બચાવ થયો હતો તમામ વ્યક્તિઓને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા તાકીદે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમાં રાજુલભાઈને મૃત જાહેર કરેલ હતા જ્યારે અન્યો ઘાયલ થઈ જતા તેઓને યોગ્ય સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. કંસારા જ્ઞાતિના પ્રતિષ્ઠિત પરિવારના રાજલુભાઈ પ્રાણલાલભાઈ ગોરડીયાનું અવસાન થતાં દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર તેમના પરિવાર પર આવી પડેલ આફતને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મામાં શક્તિ આપે તેમજ રાજુલભાઈ ના દિવ્ય આત્માને ઈશ્વર ચિર શાંતિ અર્પે તેવી હાર્દિક શ્રદ્ધાંજલી પાઠવે છે.