મોરબી: ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા કોરોના સામે રક્ષણ આપતા હોમિયોપેથીક ડોઝનું વિતરણ કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ), તા. 12-3, કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે. જેમાં ભારતનો પણ સમાવેશ થઈ ગયો છે. ત્યારે ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા વાયરસ સામે રક્ષણ મેળવવા હોમિયોપેથીક ડોઝનું ફ્રી વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હોમિયોપેથીક ડોઝનું વિતરણ આગામી ૧૬ તારીખને સોમવારે સવારે ૯:૦૦  વાગ્યે રવાપર રોડ પર આવેલા નરસંગ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ વાયરસ ન ફેલાય તે માટે હાથ સાબુ અને પાણીથી ધોવા જોઇએ. ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ. શરદી કે ફ્લૂના લક્ષણ દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઇએ. સીફૂડ આરોગવુ પણ હમણા ટાળવુ જોઇએ.   કોરોના વાયરસના શરૂઆતી લક્ષણો તો અત્યંત સામાન્ય છે. પરંતુ તેમ છતાં આ વાયરસ ઘાતક નીવડી શકે છે ત્યારે તેના મહત્વના લક્ષણો પર નજર કરીએ તો આ વાયરસમાં શ્વાસ લેવામાં મુશ્કેલી. ગળામાં દુખાવો, શરદી, ખાંસી તાવ આવે છે. તાવ વધતા ન્યૂમોનિયાનુ સ્વરૂપ લે છે. કિડની સાથે જોડાયેલી તમામ પરેશાનીમાં વધારો થાય છે. ફેફસામાં ફેલાયા બાદ દર્દીની હાલત વધુ ગંભીર બને છે. નવા વાયરસના જેનેટિક કોટના વિશ્વેષણમા આ ખુલાસો થયો છે. સંક્રમણ ફેલાવતા અન્ય વાયરસની તુલનામાં કોરોના વાયરસ અને સાર્સ વાયરસમાં સમાનતા જોવા મળી છે. કોરોના વાઇરસ સામે યુદ્ધ લાડવા દરેક નાગરિક જાગૃત બને તે અનિવાર્ય છે.