મોરબી: આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ઉપપ્રમુખ તરીકે કનૈયાલાલ બાવરવાની વરણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.6-3, આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લાના ઉપપ્રમુખ તરીકે કનૈયાલાલ બાવરવાની આમ આદમી પાર્ટી દ્વારા વરણી કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ દ્વારા તેમની વરણી કરાઈ છે ત્યારે તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લા ઉપપ્રમુખ તરીકે વરણી પામેલ કનૈયાલાલ બાવરવા વર્ષ ૨૦૧૩ થી પાર્ટી સાથે જોડાયેલ છે જેઓ ઉચ્ચ અભ્યાસ કરેલ હોય અને મોરબીના સિરામિક એક્સપોર્ટ ઉદ્યોગને પ્રોફેશનલ અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સંસ્થાનો સાથે વાતચીત કરીને વિદેશો પ્રવાસ કરી મુલાકાત કરીને તેના ધારા ધોરણો મુજબ મોરબીની એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને વિકસાવવામાં મદદરૂપ બન્યા છે.

તેઓની નિમણુંક બાદ મોરબી શહેરમાં આમ આદમી પાર્ટી સંગઠન વધુ મજબૂત બનશે તેવું ચોક્કસપણે લોકો માની રહ્યા છે.