મોરબી: પાડા પુલ પર ST બસની હડફેટે ભરત ગગજી કુંધીયા નામના યુવાનનું મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.4, મોરબીના મયુરપુલ ઉપર આજે એસટી બસ નંબર Gj 18 z 4897ના ચાલકે ભરતભાઇ ગગજીભાઈ કુંધિયા ઉ.વ. 40ને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતકના ભાઈ બીજલ ગગજીભાઈ કુંધિયાની ફરિયાદના આધારે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી તેને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.