મોરબી: લીલાપર થી શનાળા જતા રોડ પર ભારે અકસ્માતોનો ભય હોય કન્ટેનર ટ્રેલર ડમ્પર જેવા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 4-3 મોરબી આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ મહાદેવભાઇ સરડવા દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે મોરબી શહેરમાં રોજ ટ્રાફિક વધતો જતો હોય દરેક રોડ પર પ્રશાસન પોતાની રીતે યોગ્ય વ્યવસ્થા કરી ટ્રાફિક નિયમન કરી રહી છે પરતું લીલાપર થી સનાળા જતો અને રવાપર ચોકડી તથા અવની ચોકડી પાસેથી પસાર થતો રોડ હાલ સ્થાનિક રહેઠાણોની જનસંખ્યા થોડા વર્ષોમાં ખૂબ જ વધવાથી ટુ વ્હીલર વાહનો ટ્રાફિક ખૂબ વધારે રહે છે તેમ જ પગપાળા જતા લોકોનું પણ ટ્રાફિક ઘણું બધું રહે છે કેમકે રવાપર ચોકડી અને અવની ચોકડી એ સ્થાનિક ખરીદી માર્કેટ આવેલી છે માટે આ રોડ ઉપરથી પસાર થતાં અને રાજકોટ તરફ જતા અને આવતા લાંબા કન્ટેનર, ટ્રેલર તથા ડમ્પર જેવા ભારે વાહનોના કારણે ભૂતકાળમાં ઘણા બધા ગંભીર અકસ્માતો સર્જાયા છે અને હાલમાં ટ્રાફિક પણ વધુ રહેતું હોય અને ટુ-વ્હીલર નો ઘસારો પણ વધારે હોય આવા અકસ્માતો સર્જાવાનો ભય સતત રહ્યાં કરે છે આ ઉપરાંત ઓવરલોડ વાહનો પણ અનઅધિકૃત રીતે રોડ પર બેફામ ચાલતા હોય ને પણ ખાસ્સું નુકસાન થાય છે તો આપ સાહેબ શ્રી ને ભારે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આ રોડ ઉપરથી પસાર થતા ભારે વાહનો બંધ કરાવવાની અને જો શક્ય હોય તો અલગથી 12 પાસની વ્યવસ્થા કરાવવા માટેની સ્થાનિક રહીશોની માગણી સાથે રજૂઆત છે તે યોગ્ય સમય મર્યાદામાં ઉપરોક્ત બંને બાબતની ગંભીર નોંધ લઇ ઘટતું કરવા માટે આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે તેમ આવેદનપત્રમાં જણાવાયું હતું