ટંકારા : લેઉવા પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયી : કટપ્પા કિલર્સ બની વિજેતા ટીમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 27, રાજકોટ મોરબી રોડ પર આવેલ લેઉવા પટેલ સમાજના છાત્રાલયના મેદાનમાં સમાજ એકતાના સુત્ર સાથે 31 ટીમો વચ્ચે ત્રિદિવસીય ક્રિકેટ મેચ રમાડવામાં આવી હતી. જેમાં હારજીત બાદ ફાઇનલ વિજેતાનો એવોર્ડ કટપ્પા કિલર્સ હરબટીયાળીના ફાળે ગયો હતો. જયારે રનર્સઅપ ટિમનો એવોર્ડ વીર સાવરકર ઇલેવન – સરાયાના ફાળે ગયો હતો. તેમજ બેસ્ટ બેસ્ટમેનનો એવોર્ડ નિલેશ ભાગીયા, બેસ્ટ બોલરનો એવોર્ડ કલ્પેશ ભાગીયા અને મૅન ઓફ ધ સિરીઝ પાર્થ ભાગીયાને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળતા અપાવવા વિપુલભાઇ ડાકા અને પીયૂષભાઈ દેવડા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.