મોરબીમાં સૌ પ્રથમ વખત ફેશન શોમાં “હોઉસફુલ-2″ની ફેમસ બૉલીવુડ એક્ટ્રેસ શાઝાન પદમસી પધારશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20, મોરબીમા સૌપ્રથમ વખત ઝાકમઝોળ ભર્યા ફેશન શો મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડઝ યુનાઈટ 2020નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેના ગ્રાન્ડ ફિનાલેમા સેલિબ્રિટી ગેસ્ટ તરીકે બૉલીવુડ એક્ટ્રેસ શાઝાન પદમસીની ઉપસ્થિતી પણ રહેવાની છે. આ ફેશન શોમાં વિજેતા થયેલા પ્રતિસ્પર્ધી ઉપર ઇનામોની વણઝાર કરવામાં આવનાર છે.  

મોરબીમાં મહેશદાન ગઢવી, ભૂમિકા સોમૈયા અને શાહરૂખ પઠાણ દ્વારા મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડઝ યુનાઈટ 2020 ફેશન કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઓડિશન રાઉન્ડ આજે તા.20 ફેબ્રુઆરીના રોજ સવારે 11થી સાંજે 6 સુધી નગરપાલિકા કોમ્યુનિટી હોલ, જૂની એચડીએફસી બેન્ક રોડ, મોરબી ખાતે યોજાનાર છે. જેમાં સ્પર્ધકો માટે ઓડિશન ફી રૂ. 300 રાખવામાં આવી છે. ગ્રાન્ડ ફીનાલે તા.29ના રોજ ઉજ્જવલ ફાર્મ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાનાર છે. આ ફેશન શોમાં ચીફ ગેસ્ટ તરીકે બૉલીવુડ સેલિબ્રિટી ગેસ્ટ શાઝાન પદમસી ઉપસ્થિત રહેવાની છે. ઉલ્લેખનીય છે કે શાઝાન પદમસીએ વર્ષ 2009માં રોકેટસિંઘ સેલ્સમેન ઓફ ધ યર મુવીથી બોલિવુડમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેણે વર્ષ 2011માં દિલતો બચ્ચા હે જી મુવીમાં બાદમાં હાઉસફુલ-2 મૂવીમાં કામ કર્યું છે. હાલ તે સોલિડ્સ પટેલ્સ મૂવીમાં પણ એક ગુજરાતી છોકરીની ભૂમિકા ભજવી રહી છે.   ફેશન શોમાં મિસ્ટર, મિસ અને મિસિસને વિનિંગ પ્રાઇઝમાં 11 હજારનો રોકડ પુરસ્કાર, ગોવાનું 4 ડે- 3નાઇટનું પેકેજ, પોર્ટફોલિયો, સર્ટિફિકેટ, શેષ, ટ્રોફી અને ગિફ્ટ વાઉચર તેમજ સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે. કિડઝ વિનરને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. ફેશન શોમાં ઓર્ગેનાઇઝર તરફથી સ્પર્ધકોને 3 દિવસ તમામ પ્રેક્ટીસ કરાવવામાં આવશે. બહારથી આવેલા સ્પર્ધકોને રહેવાની- જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. ટ્રેડિશનલ વેર, મેક અપ સહિતની તમામ વસ્તુઓ પુરી પાડવામાં આવશે. આ ફેશન શોનો ગ્રાન્ડ ફાઇનલ 29 ફેબ્રુઆરીના રોજ રવાપર ધુનડા રોડ પર આવેલ ઉજ્જવલ ફાર્મમાં યોજાશે. જેના માટે પાસ રોયલ લેડીઝ વેર, સ્પાઇસ હબ અને એપલ કિડઝ વેરમાંથી મળશે. આ પાસ બે પ્રકારના હશે. જેમાં ગોલ્ડ પાસ રૂ.500માં મળશે. આ પાસમાં 1 વ્યક્તિને પ્રવેશ મળશે.સાથે સ્પાઇસ હબ ફૂડ વાઉચર પણ આપવામાં આવશે. જ્યારે સિલ્વર પાસ રૂ. 300માં મળશે. જેમાં 1 વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રાન્ડ ફીનાલે આગામી તા.29ના રોજ ઉજ્જવલ ફાર્મ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાનાર છે. જેમાં બૉલીવુડ એક્ટ્રેસ શાઝાન પદમસી ઉપસ્થિત રહેવાની છે. તો આ ઇવેન્ટનો લ્હાવો લેવાનું ચૂકશો નહિ. ઓડિશનમાં ભાગ લેવા માટે 4 ફૂલ સાઈઝ ફોટા, નામ, ઉમર, હાઈટ, વોટ્સએપ નંબર, ઇમેઈલ આઈડી લખીને મો.નં. 7016999088 & 9696010000 ઉપર મોકલી આપવુ. વધુ વિગત માટે પણ આ નંબરનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.