મોરબી: પુલવામાં હુમલાની પ્રથમ પુણ્યતિથીએ મોરબીના યુવાને ફંડ એકત્રિત કરી શહીદ પરિવારોને ૫૮ લાખની આર્થિક મદદ કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 14, જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલામાં દેશના વીર જવાનો શહીદ થયા હોય જેને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા માટે મોરબીના યુવાન અજયભાઈ લોરિયાએ શહીદો માટે ફંડ એકત્ર કરીને શહીદ પરિવારોને ઘરે પહોંચીને હાથોહાથ આર્થિક મદદ પહોંચાડી રહ્યા છે અને પુલવામાં હુમલાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મોરબીના યુવાને શહીદ પરિવારોને ૫૮ લાખની સહાય અર્પણ કરી છે મોરબીના યુવાન અજયભાઈ લોરિયા અને તેની ટીમ દ્વારા શહીદ પરિવારો માટે લાખોનું ફંડ એકત્ર કર્યું હતું અને શહીદ પરિવારોને રૂબરૂ મળીને હાથોહાથ રકમ અર્પણ કરી હતી જેમાં આજે પુલવામાં હુમલાની પ્રથમ વરસી છે ત્યારે એક વર્ષમાં યુવાન અને તેની ટીમે ૧.૧૦ લાખ કિલોમીટર પ્રવાસ ખેડીને ૫૮ લાખની આર્થિક મદદ શહીદ પરિવારો સુધી પહોંચાડી છે   તે ઉપરાંત હજુ ૧૭ લાખની સહાય અર્પણ કરવાની બાકી છે ત્યારે મોરબીનો યુવાન હજુ પોતાનો પ્રવાસ કરી રહ્યો છે અને સાઉથના રાજ્યો કેરળ, કર્ણાટક અને તમિલનાડુ તેમજ યુપીના શહીદો પરિવારને ઘરે ઘરે જઈને સહાય આપશે અને ૧૭ લાખની સહાય અર્પણ કરાશે પુલવામાં હુમલાએ દેશભરમાં શોકની લાગણી ફેલાઈ હતી અને સૌ કોઈ શહીદ પરિવારોને સાંત્વના પાઠવતા હતા   ત્યારે મોરબીના યુવાને દિલસોજી પાઠવવાને બદલે સાચા અર્થમાં શહીદ પરિવારને મદદરૂપ બનીને માતૃભુમી ની રક્ષા કાજે લડતા વીર જવાનોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી