મોરબીના ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જીઆરડી અને ફાયરના જવાનોને તાલીમ અપાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 11, મોરબીના ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જીઆરડી અને ફાયરના જવાનોને જરૂરી તાલીમ આપવામાં આવી હતી.આગના બનાવો સમયે કઈ રીતે કામગીરી કરવી તે વિષે માહિતી પૂરી પાડી હતી.

મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જીઆરડીના જવાનો માટે ફાયરની સઘન તાલીમ આપવામાં આવી હતી.જેમાં મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઓફિસર અમરીન ખાન દ્વારા આપદા મિત્ર મંડળના જીઆરડીના જવાનોને ફાયર માટે બાટલા કેમ ફોડવા સહિતની ટ્રેનિંગ આપવામાં આવી હતી.જેમાં ડી.પી.ઓ. ફાયર બગ્રેડનો સ્ટાફ અને 108ની ટીમ ઉપસ્થિત રહી હતી.તેમજ આગના બનાવોમાં કેવી રીતે પહોંચી વળવું તે અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.