મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11, ભારતીય જનતા પાર્ટી મોરબી પરિવાર તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ તા. ૧૫ ને શનિવારે સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ભાજપ કાર્યાલય, સુપરમાર્કેટ સામે શનાળા રોડ મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ શિયાળાની ઋતુમાં લોકોના આરોગ્ય જળવાય રહે તેવા શુભ હેતુથી તા. ૧૧-૧૧-૧૯ ના રોજ ઉકાળા કેન્દ્ર શરુ કર્યું હતું જે ઉકાળા કેન્દ્ર ત્રણ માસની સેવા બાદ તા. ૧૫-૦૨-૨૦૨૦ ના રોજ પૂર્ણ થશે જે અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે.   રક્તદાન કરવા ઈચ્છતા ભાઈઓ અને બહેનોએ નામ નોંધાવવા માટે ૦૨૮૨૨ ૨૨૬૧૦૦/૨૩૪૪૦૦, મોબાઈલ ૯૭૨૭૯ ૮૬૩૫૬ અને ૯૭૧૨૬ ૩૨૩૨૪ પર સંપર્ક કરવા જણાવ્યું છે