મોરબી: હોમગાર્ડના ત્રણ મહિનાથી પગાર નહિ ચુકવતા આવેદન અપાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 8, મોરબીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને ત્રણ માસના પગારો મળ્યા ના હોય જેથી આજે હોમગાર્ડ દ્વારા જીલ્લા કમાન્ડન્ટને આવેદન પાઠવીને પગાર ચુકવવા માંગ કરી છે

મોરબી હોમગાર્ડ યુનિટ્સમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ આજે મોરબી જીલ્લા કમાન્ડન્ટને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી યુનિટમાં ૩૫ જવાનો ફરજ બજાવે છે જે મોરબી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગ કરે છે જોકે હોમગાર્ડ જવાનોને નવેમ્બર ૨૦૧૯ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી ત્રણ મહિનાની ફરજ બજાવેલ હોવા છતાં પેમેન્ટ ચૂકવાયું નથી જેના ફરજ ભથ્થાના બીલ યુનિટ કચેરી તરફથી મોકલવામાં આવેલ છે છતાં પેમેન્ટ મળેલ નથી હોમગાર્ડ જવાનો દિવસે પ્રાઈવેટ નોકરી અને મજુરી કરીને ગુજરાન ચલાવતા હોય તેમજ રાત્રીના સમયે હોમગાર્ડની નાઈટ ડ્યુટી બજાવે છે અને રાત્રી ઉજાગરા કરીને કરેલ ફરજ બાદ પણ પેમેન્ટ ચુકવ્યું નથી જેથી તાકીદે બીલ પાસ કરી પેમેન્ટ કરાવવા માંગ કરી છે