મોરબી: શ્રી શિશુ મંદિર ખાતે ભારત માતા મંદિર અને યજ્ઞ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 3, મોરબીના શનાળા પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ભારતમાતા મંદિરના ચાર દિવસથી ઉજવાતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગઈકાલે પુર્ણાહુતી કરવામાં આવી હતી. જો કે શનિવારે ભારતમાતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ચાર દિવસ સુધી દરરોજ હોમ હવન કરીને વાતવરણ મંગલમય બનાવી દેવાયું હતું. રાત્રે લોકડાયરાની ભારે જમાવટ થઈ હતી. જ્યારે આજે 52 શક્તિપીઠની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તકે આર.એસ.એસ.ના અગ્રણી ડો. જયતિભાઈ ભાડેશીયા, ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ, સનહાર્ટ ગ્રુપના ગોવિદભાઈ વરમોરા સહિતના મહાનુભવોએ હાજરી આપી હતી.