મોરબી શ્રેયસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જિલ્લા સેવા સદન ની મુલાકાતે

(દિવ્ય ક્રાંતિ ન્યુઝ) તા. ૧૧, વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તેવા હેતુથી જિલ્લાના સેવા સદન હોસ્પિટલ પોલીસ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત યોજવામાં આવતી હોય છે
જેમાં તારીખ 6-1-2020 ના દિવસે સુરેશ વિદ્યાલયની ૭૦ જેટલી બાળાઓએ જિલ્લા સેવા સદન મુલાકાત લીધી હતી જેમાં કલેક્ટર સાહેબ જે.બી.પટેલ અને કલેકટર કેતન જોશી ના માર્ગદર્શન હેઠળ બાળ સુરક્ષા યોજના, જનસેવા કેન્દ્ર, ડિઝાસ્ટર શાખા, જમીન શાખા અને , મધ્યાહન ભોજન યોજના ની માહિતી કલેકટર જોષી સાહેબ અને જિલ્લા કલેકટર જે બી પટેલ સાહેબે બાળકો અને સ્ટાફને કચેરીને લગતા મૂંઝવતા પ્રશ્નો ની પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી અને મુલાકાતના અંતે વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવી ત્યારબાદ શાળાના સંચાલક ધીરુભાઈ પિત્રોડા તથા આચાર્ય જ્યોતિબેન નિલેશભાઈ પિત્રોડા, જીતુભાઈ તથા સ્ટાફે જિલ્લા સેવા સદન ની મુલાકાત આપવા બદલ જિલ્લા કલેકટર જે બી પટેલ તથા અધિક કલેકટર કેતન જોષી સાહેબ તથા સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.