અમદાવાદ: સમસ્ત કંસારા દ્વારા આયોજિત અષ્ટમ યુવક-યુવતિ પરિચય મેળો યોજાયો

( દિવ્યક્રાંતિ ન્યુઝ)તા.5, અમદાવાદ, સમસ્ત કંસારા દ્વારા છેલ્લા 2 દાયકાથી દર ત્રણ વર્ષે યુવક- યુવતીઓનો પરિચય મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે અમદાવાદ મુકામે “અષ્ટમ યુવક-યુવતિ પરિચય મેલા મેળા” નું આયોજન કરવામાં .આવ્યું હતું જેમાં 470 જેટલા યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.

આ પરિચય મેળામાં દેશભરમાંથી કંસારા સમાજના યુવક-યુવતીઓ તેઓના વાલીઓ સાથે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના આ ઉમદા કાર્યને વધાવ્યો હતો. (અહેવાલ-જયદેવ બુધ્ધભટ્ટી)