મોરબી: Mr. Gujarat બોડીબિલ્ડીંગ કોમ્પિટિશન (વેઇટ)માં ગોલ્ડ મેડલ અને બોડીબિલ્ડિંગમાં સિલ્વર મેડલ મેળવતા મોરબીના ફિટનેસ ટ્રેનર શોહરાબુદ્દીન (રોની)

મોરબીના FF (ફિટનેસ ફેક્ટરી) ના ફિટનેસ ટ્રેનર શાહબુદ્દીન (રોની) બોડીબિલ્ડિંગ કોમિટિશનમાં મેડલ મેળવી સૌરાષ્ટ્રભરમાંથી પ્રથમ Mr Gujarat બન્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ, અનિલ રંગપરીયા દ્વારા) તા.6, રાષ્ટ્રીય કક્ષાની ફિટનેસ કોમ્પિટિશનમાં બોડીબિલ્ડિંગ (વેઇટ-65) કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને Mr Gujarat બોડીબિલ્ડિંગ કોમ્પિટિશનમાં સિલવર મેડલ પ્રાપ્ત કરનાર મોરબી શહેરના પ્રથમ એવા ફિટનેસ ફેક્ટરી (FF) ના જિમ ટ્રેનર શાહબુદ્દીન (રોની) એ Mr Gujarat તરીકેનો ખિતાબ પ્રાપ્ત કરી વિજેતા બન્યા છે.

17 વર્ષની ઉમર ધરાવતા શોહરાબુદ્દીને નાનપણથી જ બોડી બિલ્ડર બનવાનું સપનું ધરાવતા હતા અને આહાર થી લઈને ફિટનેસ માટે ખુબજ સંઘર્ષ કરી આ ખિતાબ મેળવ્યો છે. વડોદરા ખાતે યોજાતી આ Mr Gujarat કોમીપીટીશનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પ્રથમ વખત મોરબીના ફિટનેસ ટ્રેનર સોહરાબુદ્દીન (રોની) એ આ ખિતાબ પ્રાપ્ત કર્યો છે.

તેમની આ સિદ્ધિ બદલ તેમના તમામ મિત્રવર્તુળોમાંથી તેમને તેમના મો.ન. 7043300005 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પોઝિટિવ સમાચાર સૌ પ્રથમ આપ દિવ્યક્રાંતિમાં વાંચી રહ્યા છો. વધુ સમાચાર આપના મોબાઇલ પર મેળવવા આપનું નામ અને શહેરનું નામ લખી મો.નં. 9723162036 પર મેસેજ કરો.

This image has an empty alt attribute; its file name is FACEBOOK-PAGE-LIKE-ICON_2d94a177c8e4962acdfb9bd866af8548.jpg