કેશોદઃ કંસારા સેવા સમાજના મહાસંમેલન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

કંસારા જ્ઞાતિના સર્વાંગી વિકાસ અને એકતાનું એપીસેન્ટર બનતું કેશોદ

(કિશન બુધ્ધભટ્ટી દ્વારા) જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામે સ્થાપિત કંસારા સેવા સમાજ દ્વારા સમાજની વિવિધ સમસ્યાઓના સમાધાન માટે અને જ્ઞાતિ એકતા માટે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી જ્ઞાતિ અગ્રણીઓ, આમંત્રિત જ્ઞાતિજનો ઊપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમના વિસ્તૃત અહેવાલ મુજબ તારીખ ૨૯-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમનું (મારુ કંસારા મહિલા મંડળ – કેશોદ દ્વારા ) દીપ પ્રાગટ્ય દિપ પ્રાગટ્ય સાથે શુભારંભ થયેલ હતું. કંસારા સેવા સમાજ અંતર્ગત “સંવેદના ૨૦૧૯” ના નામકરણ થી ચિંતન શિબિર યોજાઇ હતી.

સભાના અધ્યક્ષ તરીકે ડા. ડી. એમ. બારમેડા ની સર્વાનુમતે વરણી કરાયેલ
આ સભામાં સામાજિક એકતા, વૈવાહિક સમસ્યાઓનું નિરાકરણ, શૈક્ષણિક ઉત્કર્ષ, સ્વાસ્થ્ય સુવિધા, સમાધાન પંચ, મહિલા ઉત્કર્ષ અને સમાજના સર્વાંગી વિકાસ અંગેના સૂચનો મંતવ્યો રજુ કરવામાં આવેલ હતા. મંચસ્થ મહાનુભાવો સર્વશ્રી ડા ડી.એમ. બારમેડા સાહેબ – જૂનાગઢ, લતાબેન સોલંકી- ભુજ (મેયરશ્રી ભુજ નગર પાલિકા), હિતેષભાઇ સોની-ભુજ (પ્રમુખશ્રી ભુજ જ્ઞાતિ મંડળ), દોલતરામજી મહેચા ( રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ-રાજસ્થાન), મધુસુદનભાઈ પરમાર-કેશોદ, અંતુભાઇ પરમાર-શિહોર (પ્રમુખશ્રી મારુ કંસારા હિતેચ્છુ મંડળ), નલીનભાઇ પવાર-શિહોર (પ્રમુખશ્રી જ્ઞાતિ મંડળ), હેમેન્દ્રભાઈ સોની-નખત્રાણા (ચેરમેનશ્રી ક્રેડિટ સોસાયટી), દિનેશભાઇ સોની-અંજાર, (પ્રમુખશ્રી જ્ઞાતિ ટ્રસ્ટ), અશ્વિનભાઈ સોલંકી-ગોંડલ (પ્રમુખશ્રી યુવક મંડળ), નીતિનભાઈ પરમાર-જેતપુર(પ્રમુખશ્રી યુવક મંડળ), ક્રિષ્નાબેન બારમેડા -જૂનાગઢ (પ્રમુખશ્રી મહિલા મંડળ ), પરેશભાઈ બુધ્ધભટ્ટી- જૂનાગઢ (પ્રમુખશ્રી – યુવક મંડળ), કિશનભાઇ બુધ્ધભટ્ટી -મોરબી( દિવ્યદ્રષ્ટિ એડિટર એન્ડ ઓનર), નરેન્દ્રભાઈ સોની (મેવચા)-ગાંધીનગર, ચંદ્રકાન્તભાઈ પરમાર – રાજકોટ (જ્ઞાતિ અગ્રણી)સહીત વક્તાઓએે પોતાની વિચારધારા મુજબ મંતવ્યો રજુ કરેલ હતા જેમાં વૈવાહિક સમસ્યા અંગેની વાત કેન્દ્ર સ્થાને રહેલ હતી. ગુજરાતના અનેક ગામો, નગરો અને શહેરોથી આમંત્રિત સજ્જનો તેમજ સ્થાનિક જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ઐતિહાસિક સભાના સાક્ષી બનેલા હતા.

ચિંતન શિબિરના મુખ્ય વક્તા તરીકે શ્રી ઈશ્વરભાઈ મેવચાએ ચિંતન શિબિરનું સ્થાન શોભાવ્યું હતું તેમજ સભાના સંચાલન અને ઉદઘોષક તરીકે દિવ્યેશભાઈ છત્રાળાએ પોતાની લાક્ષણિકતાથી શબ્દોનું સંકલનને સુંદર રીતે રજુ કરી પોતાની ઉદઘોષક તરીકે કલા પ્રસંશનીય અને અદભુત હોવાનું પુરવાર કરેલ હતું


આ કાર્યક્રમના મહિલા ઉત્કર્ષના શુભ આશયથી મહિલાઓ દ્વારા હસ્તકલાથી સર્જન કરેલ અનેક પ્રકારની આઇટમ વેચાણ કરવા સ્ટોર બનાવ્યા હતા જેમાં મુલાકાતીઓ દ્વારા સારો એવો પ્રતિસાદ મળેલ હતો.
ડિજિટલ યુગને પહોંચી વળવા અને દરેક જ્ઞાતિજનોને ઉપયોગી એવી સ્વજ્ઞાતિ લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓની માહિતી માટે તેમજ સંસ્થાની અન્ય મહત્વની માહિતી માટે કંસારા સેવા સમાજ દ્વારા www.kansarasevasamaj.org નામની વેબસાઇટ લોન્ચ કરેલ હતી.
બહારગામથી પધારેલા આમંત્રિત મહેમાનો માટે ભોજન અને રહેવાની સંતોષકારક સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે માટે મહેમાનોએ સહૃદય આભાર ની લાગણી વ્યક્ત કરી અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા.
કંસારા સેવા સમાજના પ્રમુખશ્રી રૂપેશભાઈ પરમાર, ઉપ પ્રમુખશ્રી ડા. શૈલેષભાઇ બારમેડા, મંત્રીશ્રી ધવલભાઇ પરમાર, ખજાનચીશ્રી મનસુખભાઈ પરમાર સહિત અન્ય હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સંપૂર્ણ સફળતા અપાવી હતી.
સમગ્ર કાર્યક્રમ કંસારા સેવા સમાજ મંત્રીશ્રી ધવલભાઈ કંસારા-કેશોદના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યોની સાથે રહી સંતોષકારક અને સુંદર વ્યવસ્થા કરી હતી. સમાજના વિવિધ મંડળ જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા કંસારા સેવા સમાજને ૬૫ જેટલા હાર્દિક શુભેચ્છા બેનર પાઠવવામાં આવ્યા જે સભા ખંડમાં આકર્ષક રીતે લગાવવામાં આવ્યા હતા.
લવ મેરેજ અને લવજેહાદના માહોલમાં વૈવાહિક બાબત સમાજ માટે અતિ મહત્વનો પ્રશ્ન છે સાથે વર્તમાન સમયમાં જ્ઞાતિ એકતા પણ ઘણી જ મહત્વની છે આ બાબતને વિશાળ ફલક પર લાવવાનો પ્રયાસ અગત્યનો હોઈ સર્વે જ્ઞાતિજનોને તન મન અને ધનથી સહયોગ આપવા અપીલ કરવામાં આવેલ કેશોદ ના આંગણે યોજાયેલા ઐતિહાસિક મહાસંમેલન ભારે હર્ષોલ્લાસ સાથે શુભ પરિણામલક્ષી બની રહે તેવી આશા સાથે સંપન્ન થયો, વધુ માહિતી માટે સંપર્ક ઃ કંસારા સેવા સમાજ મંત્રીશ્રી-ધવલભાઈ કંસારા – કેશોદ મો. ૯૨૬૫૦ ૬૯૬૯૬, ૯૮૨૪૨ ૪૬૭૮૩