નાગરિકતા કાયદાને સમર્થન આપવા મોરબીના દેશભક્ત નાગરિકોની સ્વયંભૂ વિશાળ સમર્થન રેલી નીકળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 28, સમગ્ર દેશભરમાં અમુક તત્વો દ્વારા NRC અને CAA કાયદા વિષે ગેરસમજણથી ભારે દંગા મચાવ્યા હતા. ત્યારે નાગરિકતા બિલને લઈને થયેલો વિરોધની પરિસ્થિતિને દૂર કરવા માટે દેશહિત માટે મોરબીના સ્વૈચ્છીક સંગઠનો, સામાજિક સંસ્થાઓના સંયુંક્ત ઉપક્રમે મોરબીના મુખ્ય બજાર શનાળા રોડ પર માર્કેટયાર્ડ પાસેથી સવારના 9 વાગ્યે વિશાલ જાગૃતિ રેલી નીકળી હતી.

આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને નાગરિકતા બિલને સમર્થન આપ્યું હતું।