મોરબી : યુનિક સ્કૂલના બાળકોએ નિહાળ્યો સૂર્ય ગ્રહણનો અદભુત નજારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ), તા. 26, અંધશ્રધ્ધા થી બહાર કાઢે છે ખરું ભણતર આવી ભાવના સાથે યુનિક સ્કૂલ માં આજ રોજ જ્યારે સૂર્યગ્રહણને લઈને સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ ફેલાયેલી હોય છે તેને દૂર કરવા માટે વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન આપી અને સૂર્યગ્રહણનો પ્રત્યક્ષ દર્શન કરાવવામાં આવ્યું હતું.

 સૂર્ય ગ્રહણ ની પાછળ થતી વૈજ્ઞાનિક પ્રતિક્રિયા અને સાચું કારણ જાણી આજે વિદ્યાર્થીઓ સૂર્ય ગ્રહણ વિશે સાચી માહિતી લઈને સમાજમાં બીજાને પણ જાગૃત કરવાનું કામ કરશે એવા ભાવથી ઇવેન્ટનું આયોજન થયું હતું.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, gujcost, અને સાયન્સ સિટી અમદાવાદ દ્વારા મોરબીના  આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના એકેડેમિક કોર્ડીનેટર દીપેન ભટ્ટ અને યુનિક સ્કૂલના આચાર્ય ડોક્ટર અમિત પટેલને સૂર્યગ્રહણ ના તાલીમ નીષ્ણાત તરીકે તાલીમ મળેલ છે. યુનિક સ્કૂલને, માર્ગદર્શન અને સહયોગ આપવા માટે આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના એલ એમ ભટ્ટ અને દીપેન ભટ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.