મોરબી : દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા “સંધાન” વાર્ષિક સમારોહ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 26, મોરબી શહેરની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા “સંધાન” વાર્ષિક સમારોહ તા.૨૩/૧૨/૨૦૧૯ ના રોજ યોજાયેલ હતો. આ વાર્ષિક સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓએ અદભુત કૃતિઓ રજુ કરી તમામ વાલીઓ તથા શ્રોતાગણો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમ માં વિવિધ કૃતિઓ જેવી કે નૃત્ય, ગાયન તો હતા જ આ ઉપરાંત એલ.ઈ.ડી. ડાન્સ અને સ્કેટ ડાન્સ જેવા નૃત્યો આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા. આ કાર્યક્રમ માં ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ મોરબીમાં આવેલ હોનારત પર લાઈવ ચિત્ર બનાવામાં આવ્યું હતું

અને લીલાપર ગામ ના મોભી એવા દાનાભાઇ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા કે જેઓ તે  સમય માં મચ્છુ ડેમ પર કર્મચારી તરીકે ની ફરજ બજાવતા હતા. એમના શબ્દો માં હોનારત નું વર્ણન સાંભળી ને શ્રોતાઓ ભાવુક બન્યા હતા.

તમામ વિદ્યાર્થીઓ તથા તમામ શિક્ષકો ની મેહનત અને ટીમ વર્ક ને શાળા ના આચાર્ય શ્રી મિલિન્દ કાલુસ્કરે બિરદાવી હતી.