મોરબી જિલ્લા આરોગ્ય કેન્દ્રોને ગુજરાત સરકાર દ્વારા કાયાકલ્પ એવોર્ડ એનાયત કરાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21, મોરબી જિલ્લામાં 16 PHC, 3 CHC, તથા 1 DH મોરબીને ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવેલ છે. જેમાં સ્વચ્છતા, રોગોની આરોગ્યલક્ષી સુવિધાઓ, વેસ્ટ મેનેજમેન્ટ, પ્રાથમિક સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇન્ફેકશન કંટ્રોલ સહિતની બાબતોની ગુણવત્તાને ધ્યાને લઇને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એમ. કતીરાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં કુલ 30 PHC અને 6 CHC, 5 અર્બન PHC, 1 SDH, અને 1 DH કેન્દ્રો ગામડા તથા શહેરમાં લોકોને આરોગ્યલક્ષી સુવિધા આપવા કાર્યરત છે. ત્યારે 30 PHC માંથી 16 PHC કેન્દ્રો તથા 3 CHC કેન્દ્રોને કાયાકલ્પ એવોર્ડ મળેલ છે.

મોરબી જિલ્લાના બગથળા, ઘુંટુ, અને લાલપર PHC એ જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરેલ છે. આ ઉપરાંત મોરબી તાલુકાના આમરણ, ભરતનગર, ખાખરાળા અને રાજપર PHC અને CHC જેતપર(મ) અને DH મોરબી, ટંકારા તાલુકાના ખાખરેચી અને સરવડ PHC વાંકાનેર તાલુકાના ઢૂવા, કોઠી, મેસરીયા, અને સિંધાવદર PHC તથા હળવદ તાલુકાના ટીકર પણ PHC તથા CHC હળવદને કાયાકલ્પ એવોર્ડ મળેલ છે.