રાજકોટ: મારુ કંસારા જ્ઞાતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન તેમજ સ્નેહમિલન સમારોહ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) રાજકોટ, તા. 15, રાજકોટ શહેર મારુ કંસારા યુવક મંડળ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમમાં રાજકોટ શહેરના શ્રી મારુ કંસારા જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા હતા. બાદમાં સૌએ સાથે મળી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.