ભુજના 2 યુવાનોએ કડકડતી ઠંડીમાં ગોવા સુધીની 3000 km બાઈકની રોમાંચક સફર કરી

દર વર્ષે યોજાતા ઇન્ડિયા બાઈક વીકમાં ભાગ લઇ સમગ્ર કંસારા સોની સમાજ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) ભુજ,તા. 15-12, દ્રઢ મનોબળ, અને ઈચ્છા શક્તિ હોય તો દરેક મંજિલ આસાન હોય છે. ભુજ શહેરના 2 સાહસિક યુવાનો હર્ષ વિજય બુધ્ધભટ્ટી અને મીત રજનીકાંત બુધ્ધભટ્ટીએ ભુજથી બાઈક પર સવારી કરી ગોવામાં ઇન્ડિયા બાઈક વીકમાં ભાગ લેવા ગોવા પહોંચ્યા હતા. આ આયોજનમાં દેશભરના બાઈકર્સ ભાગ લે છે. અહીં સ્ટન્ટ શૉ, બાઈક એક્સપો, ઓફરોડિંગ, ફ્લેટ ટ્રેક, હિલ ક્લાઇમ્બિંગ સહિતની બાઈક રેસનો સમાવેશ થાય છે. આ મંચ પરથી દુનિયાભરના બાઈકર્સ પોતાનો અનુભવ અન્યો સાથે શેર કરે છે.

પોતાનો અનુભવ વિષે હર્ષ બુધ્ધભટ્ટી અને મીત બુધ્ધભટ્ટી જણાવે છે કે ” સેફ્ટી ઇઝ મસ્ટ” ના નિયમને નજરમાં રાખીને જ ચાલવું જોઈએ, હેલ્મેટ, ની ગાર્ડ, સેલ્ફી ગ્લોવ્ઝ, રાઇડિંગ જેકેટ, રાઇડિંગ બૂટ્સ આ તમામ ચીજો સલામતી માટે ખુબ જરૂરી હોય છે. અને રોજબરોજની સફરમાં તેનો ઉપયોજગ કરવો જોઈએ, ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું આપણાજ હિતમાં છે.

ડિસેમ્બર મહિનો કડકડતી ઠંડીનો મહિનો હોય છે આ સમયે તા. 3-12 ના રોજ સફર શરુ કરી ગોવા પહોંચ્યા અને 7-12 ના પરત ભુજ માટે નીકળ્યા હતા. ટુ-વહીલર માટે એક્સપ્રેસ-વેની સુવિધા ન હોવાથી થોડા ઉતાર-ચડાવવાળા માર્ગે જવું પડ્યું હતું GPS ની પણ મદદ લીધી હતી.

આમ આ યુવાનોએ ગજબનો સાહસ કરી ઇન્ડિયા બાઈક વીકમાં પાર્ટિસિપેટ થઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી સમસ્ત કંસારા સમાજનું, ભુજ શહેરનું, અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું, આ યુવાનો મીત રાજનીકાંતભાઈ બુધ્ધભટ્ટી: 9998044215 તથા હર્ષ વિજયભાઈ બુધ્ધભટ્ટી : 9033493969 પર તેમના શુભેચ્છક મિત્ર વર્તુળોમાંથી શુભેચ્છાની વર્ષા થઇ રહી છે. (અહેવાલ : જયદેવ બુધ્ધભટ્ટી: 9723162036) (તસ્વીર: હર્ષ બુધ્ધભટ્ટી-9033493969) કિમી