ભુજ : શ્રી મારુ કંસારા સોની સમાજનો 33મો સમુહલગ્ન સમારોહ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ), તા. 1-12, ભુજ શહરેમાં શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત 33 મો સમુહલગ્ન સમારોહ યોજાયો હતો,

આ પ્રસંગે દૂર દૂરથી વિશાળ સંખ્યામાં “મારુ કંસારા સોની” સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા, આ સમુહલગ્ન સમારોહમાં 9 પ્રભુતામાં પગલાં મંડ્યા હતા.

સમૂહલગ્ન વિધિ સંપન્ન થયા બાદ, દાતાશ્રીઓનું સન્માન કરાયુ હતું, આ માટે સત્કાર સમારોહ પણ યોજાયો હતો, જેમાં સમુહલગ્નને સફળ બનાવવા યથા યોગ્ય સહકાર આપનાર સૌ કોઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

(આ સમુહલગ્નના વિડિઓ જોવા માટે નીચે આપેલ યુ -ટ્યૂબ લિંક પર ક્લિક કરો ) https://www.youtube.com/watch?v=_XfM8zeZOlQ