મોરબી: માનવ અધિકાર એસોસિએશનના ગુજરાત રાજ્યના પ્રદેશ મંત્રી તરીકે અમિત પનારાની નિમણુંક : કોર કમિટીના મેમ્બર તરીકે ધવલ પંડ્યાની નિયુક્તિ કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 6-12, દેશભરમાં માનવ અધિકાર માટે આવાજ ઉઠવતી સંસ્થા “INDIAN HUMAN RIGHTS ASSOCIATION” ના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ પ્રેમચંદ યાદવ દ્વારા આ સંસ્થાની સુચારુ કામગીરી થઇ શકે તે માટે અમિતભાઇ પનારાની ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જયારે આ સંસ્થાના ગુજરાત પ્રદેશના કોર કમિટીના મેમ્બર તરીકે ધવલભાઈ પંડ્યાની પણ નિયુક્તિ કરવમાં આવી છે. આ નિયુક્તિ બાદલ તેઓના શુભેચ્છક મિત્ર વર્તુળોમાંથી અમિતભાઈને તેમના મો.નં. 9081173473 અને ધવલભાઈને તેમના મો.નં. 9979371741 પર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.