મોરબી: H.K. આચાર્ય એન્ડ કંપની, માર્કપેટન્ટ ઓઆરજી અને CED (ગુજરાત સરકાર)ના સંયુકત ઉપક્રમે ઇન્ટેલ્યુકચલ પ્રોપર્ટી રાઈટ્સ વિષય પર સેમિનાર યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.3, ગુજરાતનું સીરામીક ઉદ્યોગનું હબ ગણાતાં મોરબી શહેરમાં મે. એચ કે આચાર્ય એન્ડ કંપની અને સહયોગી માર્કપેટન્ટ ઓઆરજી અને ધ સેન્ટર ફોર આન્ત્રપ્રન્યોરશીપ ડેવલોપમેન્ટ (સી.ઈ.ડી.) (ગુજરાત સરકારનું સાહસ) દ્વારા ગત તા. 30 ના રોજ ધ ગ્રાન્ડ વર્ધમાન હોટલમાં સાંજે ૪.૩૦ કલાક થી ૭.૩૦ કલાક સુધી ટ્રેડમાર્ક, પેટન્ટ, કોપીરાઈટ, ડીઝાઈન અને સ્કીલ ડેવલોપમેન્ટ ની જાણકારી આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સીરામિક અને ઘડિયાળ ઉદ્યોગના અગ્રણિય ઉત્પાદકો હાજર રહ્યા હતા.આવનાર આમંત્રિત અને હાજર રહેલાં મહેમાનોનું મે. એચ કે આચાર્ય એન્ડ કંપનીનાં પ્રોપરાઈટર અને માર્કપેટન્ટ ઓઆરજી નાં મેનેજીંગ ટ્રસ્ટી રાજેશ આચાર્ય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી સેમિનારની શરૂઆત કરી હતી. મુખ્ય અતિથિ, સેનિટરીવેર મેન્યુફેક્ચર એસોશીયેશન મોરબીના ઉપાધ્યક્ષ ચંદુભાઈ કાલરીયાએ જણાવ્યું કે સીરામીક ઉદ્યોગને નડતા પ્રશ્નોનું નિવાકરણ લાવી શકાય તે માટે ટ્રેડમાર્ક, પેટન્ટ, કોપીરાઈટ, ડીઝાઈન (આઈપીઆર) અને સ્કીલ ડેવલોપમેન્ટ ખૂબ જ ઉપયોગી છે. મે. એચ કે આચાર્ય એન્ડ કંપનીના એડવોકેટ અને ટ્રેડમાર્કસ એટર્ની કેતન ભટ્ટ દ્વારા ટ્રેડમાર્કસ અને ઇડસ્ટ્રીયલ ડીઝાઈન કઈ રીતે ધંધાને ઉપયોગી છે તેનું વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. મે. એચ કે આચાર્ય એન્ડ કંપનીના એડવોકેટ અને પેટન્ટ એજન્ટ કિંજલ શાહે પેટન્ટ કઈ રીતે લઈ શકાય અને તે કેવી રીતે ઉદ્યોગમાં ઉપયોગી થાય છે તે અંગેની જાણકારી આપી હતી. મે. એચ કે આચાર્ય એન્ડ કંપનીના એડવોકેટ નિલેશ નાયકે આઈ.પી. રાઈટ્‌સનું પ્રોટેક્શન કાયદા દ્વારા કઈ રીતે લઇ શકાય તેનું વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.

મે. એચ કે આચાર્ય એન્ડ કંપનીના ટેકનિકલ ડાયરેક્ટર પુજા આચાર્યએ મોરબીને સીરામીક ઉદ્યોગનું મુખ્ય સ્થાન તરીકે કેવી રીતે ઓળખાય છે તેની વ્યાખ્યા આપી હતી. આઈ.પી. ના નિશ્રાંત પદમીનભાઈ બુચએ ઈન્ટેલ્યુચલ પ્રોપ્રટી રાઈટ્‌સનું ગણતરીપૂર્વક આયોજન કરવાથી નાના અને મધ્યમ ઉદ્યોગના વિકાસમાં શું મહત્વ છે તેની જાણકારી આપી હતી. સી.ઈ.ડી. ના ટ્રેનીંગ ઓફીસર ઈશા પાઠક દ્વારા ઉદ્યોગસાહસિકતાના વિકાસના કેન્દ્રની પ્રવૃત્તિઓ અને ઉદ્દેશોની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. સેમિનારના અંતમાં એચ કે આચાર્ય એન્ડ કંપનીના એડવોકેટ રાજેશ શર્માએ હાજર રહેલા મહેમાનોનો આભાર માનીને સેમિનારનું સમાપન કર્યું હતું.

(ADVERTISEMENT) 

કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો