ભુજ: શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત 33 મો સમુહલગ્ન સમારોહ યોજાશે

તારીખ 1-12 ના રોજ યોજાશે સમારોહ: 9 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) ભુજ, તા.28, ભુજ શહેરમાં આગામી તા. 1-12-19 ના રોજ શ્રી મારુ કંસારા સોની સમાજ દ્વારા 31 માં ભવ્ય સમુહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમારોહમાં 9 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે, ભુજ શહેરના ટીનસીટી, ભાનુશાલી નગર સામે, જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે યોજાનાર આ સમુહલગ્નોત્સવમાં વિશાળ સંખ્યામાં મારુ કંસારા સોની સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેશે, સમારોહમાં મુખ્ય મહેમાન સમાજશ્રેષ્ઠી પ્રભુદાસ ખેતસીભાઇ ગુજરાતી, ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન ઇન્દુલાલ સોલંકી તથા પ્રકાશભાઈ ભગતલાલ બારમેડા સહીત અતિથિ વિશેષશ્રીઓ તથા સમુહલગ્નના દાતાશ્રીઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભાશિષ પાઠવશે, આ સમૂહલગ્નમાં સૌ જ્ઞાતિજનોને પધારવા શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ હિતેષભાઇ પ્રભુદાસભાઇ ગુજરાતી, મંત્રી: મહેશભાઈ મોહનલાલ ગુજરાતી, સમુહલગ્ન સમિતિ મંત્રી : રાહુલભાઈ ચંદ્રકાન્તભાઈ ચનાણી, કન્વીનર ભરતભાઈ હિંમતલાલ બગ્ગા, યુવક મંડળ પ્રમુખ ભાવેશભાઈ હિંમતલાલ બગ્ગા, મહિલા મંડળના પ્રમુખ સુધાબેન અમૃતલાલ બુધ્ધભટ્ટી સહીત સમસ્ત મારુ કંસારા સોની સમાજ ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.