મોરબીમાં ગાજ વીજ સાથે ફરી ધોધમાર વરસાદ શરુ : ખેડૂતોના માથે ચિંતાના વાદળો

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 13-10, વરસાદની સીઝન પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવામાનમાં હજુ પણ સ્થિરતા આવી નથી. શિયાળાની શરૂઆત થઈ જવી જોઇએ તેવા સમયે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન મોરબીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ગાજ વીજ સાથે ફરી ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદનાં કારણે ખેતીને ભારે નુકસાન થશે તેવી ભીતિ છે અને તેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

13 અને 14 નવેમ્બરનાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 13 અને 14 નવેમ્બરનાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી . મોરબી સાથે બોટાદ, સૂઈગામ ઉપરાંત રાજકોટ, બાબરા અને ગોંડલમાં પણ વરાસદ પડ્યો છે. કમોસમી વરસાદનાં કારણે ખેતીનાં પાકને નુકસાન થવાની શક્યતા છે ભીતિની વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપી છે. નીતિન પટેલે ખેડૂતો માટે 700 કરોડની સહાયની જાહેરાત કરી છે.

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો