અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પર PM નરેન્દ્ર મોદીની ખાસ અપીલ

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 09-11, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા મામલે ટ્વિટ કરીને કહ્યું છે કે, ચુકાદાને કોઈની જીત કે હાર તરીકે ના જોવામાં આવે. તેમણે કહ્યું હતું કે, રામભક્તિ હોય કે રહિમભક્તિ, સમય સૌકોઈ માટે ભારતભક્તિની ભાવનાને સશકત બનાવવાની છે. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ, સદ્ભાવ અને એકતા યથાવત બનાવી રાખો.

તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય અનેક જગ્યાએ મહત્વપૂર્ણ છે તેનાથી જાણવા મળે છે કે કોઈ પણ મુદ્દો ઉકેલવા માટે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું કેટલુ મહત્વનું છે. તેમણે ટ્વિટ કરીને એમ પણ કહ્યું હતું કે, દરેક પક્ષને પોત પોતાની દલીલો રજુ કરવા માટે પર્યાપ્ત સમય અને તક આપવામાં આવી.

વડાપ્રધાને સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ નિર્ણયને લઈને કહ્યું હતું કે, ન્યાયિક પ્રક્રિયાઓમાં જન સામાન્યના વિશ્વાસને વધારે મજબુત બનાવશે. આપણા દેશની હજારો વર્ષ જુની ભાઈચારાની ભાવનાને અનુરૂપ આપણે 130 કરોડ ભારતીયોને શાંતિ અને સંયમનો પરિચય આપવાનો છે.

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો