1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ ફરજિયાત લગાવવી પડશે, સરકારે શરૂ કર્યા નવો નિયમ

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 11-11, કેન્દ્ર સરકારે એક ડિસેમ્બર 2019થી નેશનલ હાઈવે (National Highways) પર ફાસ્ટેગ (Fastag) ફરજીયાત કરી દીધું છે. એવામાં જો તમે પણ વાહન ચલાવો છો તો આપના માટે પણ જરૂરી છે કે, સમય પહેલા તમે તમારી ગાડીમાં ફાસ્ટેગ લગાવી દો. ફાસ્ટેગ આસાનીપૂર્વક ઉપયોગ થતો, રિલોડેબલ ટેગ છે, જે વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે.

ફાસ્ટેગનો ફાયદો છે કે, સિસ્ટમ જે વાહનમાં લગાવાયેલી હોય છે તે વાહનને કોઈપણ ટોલ બૂથ (Toll Plaza) પર ટોલ ટેક્સ (Toll Tax) આપવા ઉભા રહેવાની જરૂર પડતી નથી, પરંતુ ફાસ્ટેગથી જોડાયેલ પ્રીપેડ અથવા સેવિંગ્સ એકાઉન્ટ (Savings Account)માંથી ટોલ ટેક્સની નક્કી કરેલી રકમ સીધી કપાઈ જાય છે. યુઝર્સના ટેગ ખાતામાંથી થનારી તમામ ટ્રાન્જેક્શન (Transactions)ની જાણકારી તેમના રજીસ્ટ્રર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા મળી જાય છે.

અહીંથી ખરીદી શકો છો ફાસ્ટેગ્સ

ફાસ્ટેગ સિસ્ટમ ધરાવતા તમામ વાહનોએ ટોલ પ્લાઝા પર રોકડ લેવડદેવડ માટે થોભવાની જરૂર રહેતી નથી, જેનાથી બળતણ અને સમય બંનેની બચત થાય છે. 1 ડિસેમ્બર2017 બાદથી તમામ નવી કારો (Cars) પર અગાઉથી ફાસ્ટેગ્સ એક્ટિવેટ છે. પસંદગીના ટોલ પ્લાઝા, પસંદગીની બેંક શાખાઓ (Bank Branche), રિટેલ પીઓએસ લોકેશન્સ, જારી કરતી બેંકની વેબસાઈટ માય ફાસ્ટેગ એપ્પ દ્વારા અને ઓનલાઈન કોમર્સ (E Commerce) પ્લેટફોર્મ્સ પરથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.

2.5 ટકા સુધીની કેશબેકની ઓફર

ગ્રાહક પોતાના વાહનના વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવીને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે. જ્યારે પણ તેઓ કોઈ ટોલ પ્લાઝા પરથી પસાર થશે ત્યારે ફાસ્ટેગ સાથે જોડાયેલ તમારા વોલેટમાંથી આપોઆપ ટોલ ટેક્સ કપાઈ જશે. ક્રેડિટ કાર્ડ (Credit Card), ડેબિટ કાર્ડ (Debit Card), RTGS, UPI અથવા નેટ બેન્કિંગ (Net Banking)દ્વારા આનું ઓનલાઈન ટોપઅપ કરાવી શકાય છે. માર્ચ 2020 સુધી ફાસ્ટેગ પર 2.5 ટકાની કેશબેક ઓફર પણ છે, જે પ્રત્યેક ટ્રાન્જેક્શન બાદ લિંકડ બેંક ખાતામાં સીધા જમા થઈ જાય છે. એક ડિસેમ્બર 2019થી દેશભરના નેશનલ હાઈવે પર ફાસ્ટેગ ફરજીયાત થશે. હાલ નેશનલ અને સ્ટેટ હાઈવેના 528થી વધુ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગનો ઉપયોગ થઈ રહ્યો છે અને ફાસ્ટેગ સ્વીકારનાર ટોલ પ્લાઝાની સંખ્યા મહિને, દર મહિને વધતી જઈ રહી છે. વાહન માલિક https://ihmcl.com/ “એક્ટિવ ટોલ પ્લાઝાસેક્શનમાં જઈને યાદી જોઈ શકે છે. ફાસ્ટેગ વિશે વધુ જાણકારી https://www.npci.org.in/netc પરથી મેળવી શકાય છે.

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો