મોરબી: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નવનિર્મિત એસપી કચેરીનું લોકાર્પણ કરાયું

CM વિજયભાઈ રૂપાણી દ્વારા પંચાસર રોડ પર મહિલા દૂધ ઉત્પાદક મંડળીના ચિલિંગ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરાયું : પોલીસ માટે ઉપયોગી ત્રિનેત્ર એપ પણ લોન્ચ કરાઈ 

 

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 07-11, મોરબી, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મંત્રીમંડળના કાફલા સાથે મોરબીના પ્રવાસે પધાર્યા હતા. હેલિપેડ ખાતે સીએમ રૂપાણીના હેલિકોપ્ટરનું ઉતારણ થયા બાદ જિલ્લા કલેકટર સહિત જિલ્લા વહીવટી તંત્ર અને એસીપી સહિતના પોલીસ સ્ટાફ અને ભાજપના હોદેદારો દ્વારા સીએમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહીત પોતાના કાફલા સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભેશ્વર રોડ ઉપર સોઓરડીના નાકે રૂ.12.71 કરોડના ખર્ચે નવી બનેલી એસપી કચેરીએ પહોંચ્યા હતાજ્યાં સીએમના હસ્તે સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે નવી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યું હતું

બાદમાં પંચાસર રોડ પર આવેલ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના ચીલીગ પ્લાન્ટનું  પણ ખાત મૂહુર્ત  વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું 

 

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સાંસદ મોહનભાઇ કુંડાંરિયા, વિનોદભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા લોકપર્ણ અને ખાતર્મુહત બાદ રાજ્યના ગૃહમંત્રીએ રાજ્યમાં સરકારે કાયદો અને વ્યવસ્થા માટે કરેલ કાર્યોની પ્રસંશા કરી હતી રાજ્યમાં દારૂબંધી, ગૌહત્યા માટે કડક કાયદા તેમજ સીસીટીવી કેમેરાથી સુરક્ષા સહિતની કામગીરીને વખાણી હતી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં મહા વાવાઝોડા વિષે જણાવ્યું હતું કે જ્યાં સુધી સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશ દરિયાકાંઠે બેઠા છે ત્યાં સુધી ગુજરાતને ચિંતાની કરવાની જરૂર નથી આમ છતાં સરકારે પૂરતી તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું તો સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા જળ સંચય, સુજલામ સુફલામ અને સૌની યોજનાની કામગીરીની પ્રસંશા કરી હતી તો બહેનોને પગભર બનાવવા માટે મોરબી મહિલા દૂધ સંઘની પ્રસંશા કરી હતી. 

સાથે રાજ્ય સરકારે પંચાયતથી લઈને પોલીસ વિભાગમાં મહિલાઓ માટે સરકારે કરેલા ભરતી અને મહિલા અનામતની યાદ અપાવીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા સાથે મોરબીના મંચ પરથી ફરી ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે ખેડૂતોને નુકશાન થયું છે તેને પુરી સહાય આપવામાં આવશે અને ખેડૂતોની ચિંતા સરકાર કરશે

સીએમના આગમનને પગલે પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને તેમજ પોલીસ માટે ઉપયોગી ત્રીનેત્ર એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી હતી

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો