“મહા” વાવાઝોડાનું સંકટ : દીવ માંથી પરત ફરવા પ્રવાસીઓને અપીલ

દિવાળીનાં વેકેશનમાં દીવ, સોમનાથ, સાસણ, જૂનાગઢમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવેલા છે. ત્યારે ગીરસોમનાથ અને દીવ પ્રશાસને અહીં આવેલા પ્રવાસીઓને પરત ફરવા સુચના આપી છે

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 05-11, અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું (Maha cyclone) ગુજરાત (Gujarat) તરફ આવી રહ્યું છે. જોકે, ગુજરાતીઓ માટે રાહતનાં સમાચાર છે કે રાજ્ય તરફ આવતા વાવાઝોડું નબળું થશે. પરંતુ હજી પણ વાવાઝોડાનું સંકટ રાજ્ય પર રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 નવેમ્બરની મધરાતથી 7મી નવેમ્બરની સવાર સુધીમાં દીવથી (Diu) પોરબંદરનાં (Porbandar) દરિયાકાંઠા વિસ્તારમાં મહા વાવાઝોડું ત્રાટક્શે. જેના કારણે દીવ જિલ્લા પ્રશાસને પર્યટકોને હાલ આવવા માટેની અપીલ કરી છે. ઉપરાંત દીવમાં જે પણ પ્રવાસીઓ છે તેમને પણ સાંજ સુધીમાં દીવ છોડી દેવા માટે અપીલ કરી છે. આજે જિલ્લા કલેક્ટર, પોલીસ વડા સહિતનાં અધિકારીઓ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેશે.

 

મહા વાવાઝોડાની આગાહીને કારણે જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. બીજી તરફ દિવાળીનાં વેકેશનમાં દીવ, સોમનાથ, સાસણ, જૂનાગઢમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવેલા છે. ત્યારે ગીરસોમનાથ અને દીવ પ્રશાસને અહીં આવેલા પ્રવાસીઓને પરત ફરવા સુચના આપી છે. તેમજ ગીરસોમનાથ જિલ્લામાં તારીખ 6,7,8 નવેમ્બર સુધી પ્રવાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દીવના કલેક્ટરે જણાવ્યું હતું કે ‘હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 નવેમ્બરની સાંજથી 7 નવેમ્બરની સવાર સુધીમહાવાવાઝોડું દીવનાં દરિયા કિનારે ટકરાવવાની આગાહી છે. જેને ધ્યાનમાં રાખતા જે વિસ્તારોને આની મહત્તમ અસર થઇ શકે છે તેવા વિસ્તારોને શોધી કાઢવામાં આવ્યાં છે. 8 રેસ્ક્યૂ સેન્ટર પણ ઉભા કરવામાં આવશે. દીવમાં એક કોલ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. તેમાં મદદ માટેનો ફોન આવ્યાંની દસ મિનિટમાં અમારી ટીમ ત્યાં પહોંચી જશે. દીવનાં તમામ દરિયાકાંઠા અને તેની પર ચાલતા વોટર સ્પોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યાં છે. અમારા દરિયાકાંઠાની તમામ બોટ પરત આવી ગઇ છે. અમે બધાને ચેતવણીનાં ભાગરૂપે નોટિસ આપી દીધી છે કે કોઇપણ હાલ દરિયો ખેડે. તેમણે પ્રવાસીઓ માટે કહ્યું કે, ‘તંત્રએ દીવની તમામ હૉટેલોને સૂચના આપી દીધી છે. તેમને કહેવામાં આવ્યું છે કે, જેટલા પણ પ્રવાસીઓ છે તેમને જલ્દીમાં જલ્દી દીવ છોડવાનું કહે. તમામ દરિયા કિનારા બંધ કરી દેવામાં આવ્યાં છે.

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો