મોરબી: વીસી ફાટક નજીક ટ્રેનના પાટા પર યુવાનની કપાયેલી લાશ મળી

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 04-11, મોરબીની વીસી ફાટક નજીક યુવાનનું ટ્રેન હડફેટે મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે રેલ્વે પોલીસે ધટના સ્થળ પર પહોચી મૃતદેહને પી.એમ. માટે ખસેડવા તજવીજ હાથ ધરી છે તો યુવાને આપધાત કર્યો છેકે અકસ્માતે ટ્રેન હડફેટે આવ્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબીની વીસી ફાટક નજીક સવારના સુમારે ટ્રેન મોરબીની વીસી ફાટક નજીક  એક યુવાન ટ્રેન હડફેટે આવી જતા તેનું ધટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે રેલ્વે પોલીસને જાણ થતા રેલ્વે પોલીસે સ્થળ પર પહોચીને મૃતક યુવાનનું ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવતા મૃતદેહને પી.એમ.માટે ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતક યુવાન અકસ્માતે ટ્રેન હડફેટે આવી ગયો છે કે આપધાત કર્યો છે તો પોલીસની વધુ તપાસ બાદ જાણી શકાશે

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો