જામનગર: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલ સોસાયટીના અધૂરા કામ પુરા કરવા કલેક્ટરને આવેદન

દિવાળીના 7 દિવસ પહેલા આપેલ આવેદન બાદ પણ તંત્રની ઢીલી નીતિથી લોકો રોષે ભરાયા 

( દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 26-10, જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલ સોસાયટી “રંગમતી ભવન 70,” જે હાપા, રવિ પેટ્રોલ પંપ પાછળ આવેલ  છે. આ સોસાયટી બન્યા બાદ અધૂરા કામ હજુ સુધી પુરા નહિ થતા રહેવાસીઓને પારાવાર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે સોસાયટીના અગ્રણીઓએ સૌ રહેવાસીઓએ 20-9-19 ના રોજ જામનગર કલેક્ટરને આવેદન પત્ર આપી આ અંગે રજુઆત કરવામાં આવી હતી જેમાં અક્ષરસઃ જણાવાયું હતું કે ” મહેરબાન સાહેબશ્રી, અમો સૌ નીચે સહી કરનારા રંગમતી ભવન 70 ના રહેવાસીઓની માન સાથ અરજ છે કે, અમારી સોસાયટી જે પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે નિર્માણ પામેલ છે. જેમાં નીચે જણાવ્યા મુંજવાબની ક્ષતિ રહી ગયેલ છે. જે તુરંત દૂર કરવા નમ્ર વિનંતી છે.  (1) મેઈન ગેટ પર લાઈટ ફિટ કરેલ નહિ (2) પાછળના ભાગે ટ્યુબલાઈટનું કનેક્શન છે પરંતુ ટ્યુબલાઈટ ફિટ કરેલ નથી (3) સિક્યોરિટી માટે નોંધ કરવા માટે ટેબલ ખુરશી નથી (4) લિફ્ટ વારંવાર બંધ થઇ જાય છે. જેનાથી ભારે હાલાકી થઇ રહી છે તે બંધ ના થાય તે મુજબ કરી આપવા વિનંતી (5) વેસ્ટ કલેક્શન માટે ગાડી આવતી નથી. જેની વ્યવસ્થા કરવી (6) મેઈન રોડ થી રંગમતી ભવન સુધીના રોડ પાર લાઇટની સુવિધા નથી (7) બાઉન્ડરી દીવાલ પરથી અવાર નવાર અજાણ્યા લોકો ઘુસી જાય છે. માટે સુરક્ષા બાબતે ખતરો ઉભો થાય એમ હોઈ કાંચ વાળી બાઉન્ડરી દીવાલ કરી આપવી (8) ફાયર સેફટીના સાધન નથી (9) ઘરે ઘરે કચરો રાખવા ડસ્ટબીન નથી (10) અમુક બિલ્ડિંગમાં મ્યુન્સિપલ પાસે રકમ ભરેલ ન હોય તેમના પણ તાળા તૂટી ગયા છે જેનો ગેરઉપયોગ થશે તો તેની (11) નીચેના ભાગે ગટરના ઢાંકણાંમાંથી ગટરનું ગંદુ પાણી બહાર નીકળે છે. ગટર ઓવરફ્લો થઇ જાય છે. અને ગંદુ પાણી રસ્તા ઉપર નીકળે છે. જેના કારણે ખુબજ ગંદકી થાય છે જેના કારણે ભયંકર રોગચાળો ફેલાઈ તેવી શક્યતા રહેલી છે. આ બધા પ્રોબ્લેમ તમામ બિલ્ડિંગમાં છે. જેની અવાર નવાર લગતા વળગતા અધિકારીઓને તથા કોન્ટ્રાક્ટરને જાણ કરવા છતાં કોઈના તરફથી યોગ્ય જવાબ આપવામાં નથી આવતો અને કોઈ કામોનો નિકાલ કરવામાં નથી આવતો જેથી નાછૂટકે આપ સાહેબને અમારે ફરિયાદ અરજ કરવાની ફરજ પડી છે. તો આપ સાહેબ રૂબરૂ આવી તપાસ કરાવી અને જવાબદાર સૂત્રો સામે ધોરણસરના પગલાં લેવા અને અમારા પ્રશ્નોનો કાયમી ઉકેલ આપ સાહેબને અમારી રહેવાસીઓની માન સાથ નમ્ર અરજ છે.” આમ કલેટરને તા. 20-9 ના દિવાળીના 7 દિવસ પહેલા આવેદન આપ્યા છતાં પણ કલેક્ટર જેવા કલેક્ટર પણ આ સોસાયટીના પ્રશ્નોનો નિકાલ દિવાળી પ્રહેલા ઉકેલ લાવવામાં અસમર્થ રહેતા રંગમતી સોસાયટીના લોકો ભારે રોષે ભરાયા છે. જો ઉચ્ચકક્ષાએથી આ પડતર પ્રશ્નોનો નિકાલ તુરંત નિકાલ નહિ થાય તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.  (અહેવાલ – મલકેશ બુધ્ધભટ્ટી) 

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો